Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:36

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 03:31:30

તિહાડ સુરક્ષિત પરિસર - માલ્યાનું પ્રત્યાર્પણ શક્ય

નવીદિલ્હી : બ્રિટનની એક અદાલતનો નિર્ણય નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર થયેલા વિજય માલ્યાના ભારતને પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્રિટિશ અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર ગણાવતા કહ્યુ છે કે આ જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ કરી શકાય છે. ક્રિકેટ ફિક્સિંગ કેસમાં આરોપી સંજીવ ચાવલાના મામલામાં આવેલો નિર્ણય બેંકો સાથે ફ્રોડ કરીને ભાગેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

લંડન હાઈકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઈ જોખમ નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના ફિક્સિંગનો આરોપ છે. આ મામલો હેન્સી ક્રોન્યે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો મામલો છે. જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર આરોપો લાગ્યા હતા. ભારત તરફથી ચાવલાની સારવારનો ભરોસો આપવામાં આવ્યા બાદ લંડન હાઈકોર્ટે આના સંદર્ભે વાત કરી છે. લંડન હાઈકોર્ટના નિર્ણયની અસર વિજય માલ્યા કેસ પર પણ થશે. ભારતમાંથી ફરાર થયેલો માલ્યા મોટાભાગે ભારતની જેલોને અસુરક્ષિત ગણાવતો રહ્યો છે. તેવામાં હવે બ્રિટિશ અદાલત દ્વારા તેના પ્રત્યાર્પણને મંજૂરી મળી શકે છે. હવે આ મામલામાં નવા નિર્ણય માટે કેસ વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બ્રિટનના વિદેશ પ્રધાન ચાવલાના પ્રત્યાર્પણ સંદર્ભે આખરી નિર્ણય લેશે. પરંતુ આ નિર્ણયને ત્યાંની હાઈકોર્ટમાં પડકારી શકાશે. હાઈકોર્ટના ચુકાદાને બ્રિટનનની સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાશે.

More News


Gujarat


India