Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:53

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-10 00:32:06

લોકસભામાં મોદી સરકારનો આજે ટેસ્ટ, અવિશ્વાસ પ્રસ્તાવનો કરશે સામનો

આપણું ગુજરાત ન્યૂઝ

આમ તો પહેલેથી જ મોદી સરકાર લોકસભામાં બહુમત ધરાવે છે, છતાં પણ કોંગ્રેસ અને ટીડીપીએ મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે જેને એનડીએ સરકાર શુક્રવારે પ્રથમ વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ માટે તમામ પાર્ટીઓએ પોતાના સાંસદોને આ કાર્યવાહી દરમિયાન સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. આ બધી ગતિવિધિઓ વચ્ચે શુક્રવારે સવારે નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કર્યું છે. મોદીએ ટ્વિટમાં લખ્યું છે કે, "આજે આપણા સંસદીય લોકતંત્રનો મહત્વપૂર્ણ દિવસ છે. મને આશા છે કે આજના દિવસે સાથી સાંસદો અને સહયોગીઓ રચનાત્મક, સમાવેશક અને વિક્ષેપ વગરની ચર્ચામાં ભાગ લેશે. આ માટેનો શ્રેય આપણે લોકો અને બંધારણના રચયિતાઓને આપીએ છીએ. આખા દેશની આજે આપણા પર ચાંપતી નજર રહેશે."

શિવસેનાએ પલટી મારી

બીજી શિવસેનાએ શુક્રવારે જાહેર કરેલા વ્હિપથી યુ-ટર્ન લઈ લીધો છે. સાથે જ તેમણે સરકારના પક્ષમાં મતદાન કરવાનું નકારી દીધું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પાર્ટીના સાંસદોને દિલ્હીમાં રહેવા માટે કહ્યું છે, પરંતુ મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય શુક્રવારે લેવામાં આવશે. આ જાણકારી શિવસેનાના પદાધિકારીએ આપી હતી. 

More News


Gujarat


India