Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:03

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-07 15:28:32

સારા તેંડુલકરે લંડન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, સચિન રહ્યો હાજર

મુંબઈ – દંતકથાસમા ક્રિકેટર સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આજકાલ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. એણે પોતાની એક તસવીર ઈન્ટરનેટ પર પોસ્ટ કર્યા બાદ એ ટ્રેન્ડિંગમાં આવી ગઈ છે. આ તસવીર લંડનમાં યુનિવર્સિટી કોલેજમાં ગ્રેજ્યુએશન ડે સેરેમનીની છે, જેમાં સારાએ સ્નાતક તરીકેની ડિગ્રી હાંસલ કરી હતી. 20 વર્ષની સારા મેડિસીનમાં ગ્રેજ્યુએટ થઈ છે. એણે એનાં પિતા સચીન તેંડુલકર અને માતા અંજલિ સાથે પોતાની ઘણી તસવીરો પોસ્ટ કરી છે. સારાની સિદ્ધિથી એનાં માતાપિતા, બંને ગર્વની લાગણી સાથે ખુશખુશાલ જણાય છે. સારાએ એનું શાળાકીય શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ એ લંડનની કોલેજમાં ભણવા ગઈ હતી.

More News


Gujarat


India