Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:12

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-15 09:37:34

વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાનો પીએમ મોદીના હસ્તે પ્રારંભ

રાંચી (ઝારખંડ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રભાત તારા મેદાનસ્થિત યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.આ યોજના અંતર્ગત દેશમાં દસ કરોડથી વધુ લોકોને પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાનું કવચ પૂરું પાડવામાં આવશે. આયુષ્માન ભારતના સંકલ્પ સાથે આ યોજના આજથી જ અમલમાં મૂકવામાં આવી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, ‘આયુષ્માન ભારત’ યોજના વિશ્વમાં સરકાર-સંચાલિત સૌથી મોટી જન આરોગ્ય યોજના છે. આ યોજનાથી દેશમાં 50 કરોડથી પણ વધુ લોકોને લાભ થવાનો છે. લાભાર્થીઓને આવશ્યક્તાના સમયે રોકડ રહિત (કેશલેસ) અને પેપરલેસ સેવા મળશે. આમ, આ યોજના નિશુલ્ક અને બાધારહિત છે. આ યોજનાનો ઉદ્દેશ્ય હોસ્પિટલમાં ઉપચાર કરાવનાર લાભાર્થીનો અંગત ખર્ચ ન્યૂનતમ બનાવવાનો અને યોજનામાં સામેલ થનાર પરિવારોને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવાનો છે. એમને હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન તથા ચિકિત્સા વખતે ગુણવત્તાપૂર્ણ સેવા પ્રદાન કરવાનો છે. મોદીએ આ પ્રસંગે વિરાટ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું કે, તમે અમેરિકા, કેનેડા અને મેક્સિકો – આ ત્રણ દેશોની વસ્તીને ભેગી કરી દો તો જે સંખ્યા થાય એટલી સંખ્યા આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની થશે.

More News


Gujarat


India