Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:40

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 11:12:33

શાંત અને સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે ભારત પ્રતિબદ્ધ : મોદી

સિંગાપોર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય સિંગાપોર યાત્રાનું સમાપન થયું હતું. આજે અંતિમ દિવસે વડાપ્રધાન આસિયાન-ભારત અનૌપચારિક બ્રેકફાસ્ટમાં સામેલ થયા હતા. એ પછી તેઓએ 13મા પૂર્વીય એશિયાઈ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો અને એક શાંત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર માટે દેશની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે સંમેલનમાં દશ દેશોની વચ્ચે બહુપક્ષીય ભાગીદારી તથા આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં સંબંધોના વ્યાપ વધારવાનું આહ્વાન કર્યું હતું.

એવું પાંચમી વાર થયું છે જ્યારે વડાપ્રધાન પૂર્વીય એશિયા શિખર સંમેલનમાં સામેલ થયા છે. મોદીએ ટ્વિટ કરી હતી કે `પૂર્વીય એશિયા શિખર સંમેલનમાં મેં સભ્ય દેશોની વચ્ચે બહુપક્ષીય તાલમેલ તથા આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વિસ્તૃત કરવા વિશે મારા વિચારો રજૂ કર્યા. મેં શાંત તથા સમૃદ્ધ હિન્દ-પ્રશાંત માટે ભારતની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી.' તેના સભ્ય દેશોના દશ એશિયાન દેશ ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઈન્સ, વિયેતનામ, મ્યાંમાર, કંબોડિયા, બ્રુનેઈ અને લાઓસની સાથે જ ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, રશિયા તથા અમેરિકા સામેલ છે. મોદીએ પૂર્વીય એશિયા શિખર સંમેલન રિટ્રીટ પહેલાં જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સહિત અન્ય દેશોના નેતાઓની સાથે વાતચીત કરી હતી.

More News


Gujarat


India