Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:09

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 13:47:57

કરૂણાનિધિને શ્રદ્ધાંજલિ આપવા માટે લાંબી લાઇન, સમાધિ પર સસ્પેંસ

મુથુવેલ કરૂણાનિધિ..ભારતના રાજકારણનું એક એવું નામ, જે સતત 6 દાયકા સુધી લોકોમાં ગુંજતુ રહ્યું. કરૂણાનિધિ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા. પરંતુ અસિમિત પ્રસિદ્ધી સામે ઢળતી ઉંમરનો બોજ ભારે પડયો.  અને તમિલનાડુના રાજકારણનો અરૂણ આથમી ગયો.94 વર્ષની વયે કરૂણાનિધિની વિદાયે તમિલનાડુના રાજકારણને ઝટકો આપી દીધો. છેલ્લા 6 દાયકાથી મુથુવેલ કરૂણાનિધિ રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. લોકોમાં તેમના પ્રત્યે કેટલી સ્નેહ હતો.

કરૂણાનિધિનો જન્મ 3 જૂન 1924ના રોજ તમિલનાડુના તિરુકુવાલાઇમાં થયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ દ્રવિડ આંદોલનમાં જોડાયા. પરંતુ તે સમયે કરૂણાનિધિને પણ કદાચ જ ખ્યાલ હશે કે તેમનું ભાગ્ય કઇ દિશામાં જઇ રહ્યું છે. આંદોલન સાથે જોડાયા બાદ કરૂણાનિધિનું રાજકીય કદ વધવા લાગ્યો.

More News


Gujarat


India