Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:31

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:30:11

કલમ 377 અંગે ઐતિહાસિક ચુકાદો, સમલૈંગિક સંબંધ ગુનો નહીં - સુપ્રીમ કોર્ટ, ઇન્ડિયા

નવી દિલ્હી - છેલ્લા ઘણાં સમયથી સમલૈંગિક સંબંધોને લઇ વિવાદ ચાલી રહ્યો હતો કે બે પુખ્તની વચ્ચે સ્થપાયેલા સમલૈંગિક સંબંધોને ગુનાહિત ગણવા કે ન ગણવા, પરંતુ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ તેના ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું છે કે બે પુખ્તની વચ્ચે સમલૈંગિક સંબંધ હવે ગુનો નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળી સુપ્રીમકોર્ટની સંવૈધાનિક બેન્ચે બે પુખ્તની વચ્ચે સહમતિથી બનેલા સમલૈંગિત સંબંધને ગુનો માણતી કલમ 377ને ખત્મ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનસ્વી ગણાવતા વ્યક્તિગત સમ્માન આપવાની વાત કહી. સુપ્રીમ કોર્ટે આમ ડિસેમ્બર 2013માં સંભળાવેલ પોતાના જ ચુકાદાને પલટી દીધો છે. સીજેઆઇ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ, એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાની સંવૈધાનિક બેન્ચે 10 જુલાઇના રોજ કેસની સુનવણી શરૂ કરી હતી અને 17 જુલાઇના રોજ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

More News


Gujarat


India