Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:32

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 11:19:55

કેન્સલ ટીકિટ દ્વારા ઇન્ડિયન રેલવેએ 13.94 અબજ કમાણી કરી

નવી દિલ્હી- ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણા લોકો તેમના પ્રવાસ માટે એડવાન્સ ટિકિટ પણ બુક કરે છે. પરંતુ ઘણી વખત તેમને પ્રવાસની અનુકૂળતા નહીં હોવાને કારણે અમુક સમયે ટિકિટ કેન્સલ કરવાની ફરજ પડે છે. આ કેન્સલ કરાયેલી ટિકિટ્સ રેલવેને કમાણી કરવાની તક આપે છે. રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યું છે કે, નાણાંકીય વર્ષ 2017-18માં પ્રવાસીઓ દ્વારા કેન્સલ કરવામાં આવેલી ટિકિટ્સમાંથી ભારતીય રેલવેને 13.94 અબજ રુપિયાની કમાણી થઈ હતી.

RTI દ્વારા આપવામાં આવેલા જવાબમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ગત નાણાંકીય વર્ષ દરમિયાન રેલવેનો પ્રવાસી ચાર્ટ તૈયાર થયા બાદ વેઈટિંગ લીસ્ટમાં રહેલા પ્રવાસીઓ દ્વારા તેમની ટિકિટ રદ્દ કરવામાં આવી ત્યારે આ રદ્દ કરાયેલી ટિકિટથી રેલવેને 88.55 કરોડની કમાણી થઈ હતી.

More News


Gujarat


India