Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:57

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-15 09:37:15

ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારતમાં આવશે અચ્છે દીન

ઇસરો કૃત્રિમ ઉપગ્રહ લોન્ચ થયા બાદ 2020 સુધીમાં 100 Gbps સ્પીડ થશે

ન્યૂઝીલેન્ડ ઇન્ટરનેટ સ્પીડના મામલે ઘણો જ આધુનિક દેશ માનવામાં આવે છે અને મોટાભાગે દરેક ઘરમાં 100 એમબીપીએસની સ્પીડ સરેરાશ ઉપલબ્ધ છે. પરંતુ વાત જ્યારે ભારતની આવે ત્યારે ચિત્ર કંઇક અલગ જ દેખાઇ રહ્યું છે. જોકે હવે ઇન્ટરનેટ સ્પીડ મામલે પણ અચ્છે દીન આવવાની સંભાવના છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન ડો. કે. સિવનનું કહેવું છે કે 2019ની સાલના અંત સુધીમાં ભારતને 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળતી થઈ જશે, જે હાલ આશરે 10 mbps કરતાં પણ ઓછી છે. સિવને કહ્યું છે કે 2017માં અવકાશમાં લોન્ચ કરાયેલા ભારતના કૃત્રિમ ઉપગ્રહ GSAT-19, તેમજ હજી લોન્ચ કરવાના બાકી છે તે GSAT-11, GSAT-29 અને GSAT-20 બધા સાથે મળીને હાઈ બેન્ડવિથ કનેક્ટિવિટી પૂરી પાડશે અને ડિજિટલ સેક્ટરમાં જે અંતર છે તે દૂર કરી દેશે.  જિયો ફાઈબરે ખાતરી આપી છે કે એ ભારતીયોને એટલી બધી ઈન્ટરનેટ સ્પીડ આપશે કે ભારતીયોએ અત્યાર સુધી ક્યારેય જોઈ નહીં હોય, પણ ઈસરોના ચેરમેને કહ્યું છે કે દેશભરમાં 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળશે.  ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયામાં ભારત બીજા નંબરે છે, પણ હાલની બ્રોડબેન્ડ એવરેજ સ્પીડની દ્રષ્ટિએ ભારતનો નંબર 149 દેશોમાં 89મો છે. 2017ના ડિસેંબરના અંત સુધીમાં ભારતમાં 48 કરોડ 10 લાખ ઈન્ટરનેટ યુઝર્સ નોંધાયા હતા. દેશની કુલ વસ્તીનો આ 35 ટકા હિસ્સો થાય. દુનિયામાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં સાઉથ કોરિયા પહેલા નંબરે છે. ત્યાં 28.6 mbps સ્પીડ મળે છે. ટોપ-5માં અન્ય છે – નોર્વે (23.5), સ્વીડન (22.5), હોંગકોંગ (21.9) અને સ્વિટ્ઝરલેન્ડ (21.7)

More News


Gujarat


India