Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:14

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 03:07:15

હાયપરલૂપ - મુંબઇથી પૂણે માત્ર 25 મિનિટમાં !

મુંબઈ – મુંબઇ અને પૂણે વચ્ચે અસંખ્ય લોકો ડેઇલી અપડાઉન કરતાં હોય છે અને હાલ ટ્રાફિકની સમસ્યા વચ્ચે બંને શહેરો વચ્ચેનું અંતર ત્રણથી સાડા ત્રણ કલાકમાં પાર પાડી શકાય છે પરંતુ તેમાં અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ રહેલું છે. જોકે મહારાષ્ટ્ર સરકાર પરિવહનની દિશામાં એક નવીન ટેકનોલોજીને અપનાવી હાયપરલૂપ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.  મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે  મુંબઈ અને પુણે વચ્ચે હાઈપરલૂપ પ્રોજેક્ટ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થવાથી મુંબઈથી પુણે શહેરમાં માત્ર 25 મિનિટમાં જ પહોંચી જવાશે જ્યાં પહોંચતા હાલ ત્રણથી સાડા ત્રણ કલાક લાગે છે. વર્જિન હાઈપરલૂપ 2019માં 15 કિ.મી. લાંબો ટેસ્ટ રૂટ બાંધવાની યોજના ધરાવે છે. વર્જિન ગ્રુપની વર્જિન હાઈપરલૂપ વન (વીએચઓ) કંપનીના ચેરમેન રિચર્ડ બ્રેન્સન ગયા ફેબ્રુઆરીમાં મેગ્નેટિક મહારાષ્ટ્ર શિખર સંમેલન માટે મુંબઈ આવ્યા હતા. ત્યારે એમણે જણાવ્યું હતું કે હાઈપરલૂપ સિસ્ટમ માટેનો રૂટ મુંબઈથી સૂચિત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માર્ગે થઈને પુણે સુધીનો રહેશે. આ સિસ્ટમ માટેનું ભાડું કેટલું હશે એ કહેવું હાલ વહેલું ગણાશે, પરંતુ એ લગભગ વિમાન ભાડા જેટલું હશે. ટેસ્ટ ટ્રેકનું બાંધકામ 2019ના આરંભમાં શરૂ કરી શકાશે અને 2021ના અંત સુધીમાં પૂરું થઈ જશે. જો પરીક્ષણો સફળ રહેશે તો ચાર વર્ષમાં સમગ્ર મુંબઈ-નવી મુંબઈ-પુણે ટ્રેક બાંધી શકાશે.

More News


Gujarat


India