Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:31

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 01:14:29

અમૃતસરમાં દશેરા પર મોટી ટ્રેન દુર્ઘટના, 50ના મોત, અનેક લોકો ઘાયલ

અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરાના દિવસે મોટી દુર્ઘટના બની છે. અમૃતસરના જોડા ફાટક પાસે દેશેરાનો ઉત્સવ ઉજવી રહેલા લોકો ટ્રેનની ઝપેટમાં આવી જતાં 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે. રાવણ દહન વખતે પૂતળાને આગ લગાવવામાં આવી, ત્યારે દોડધામ મચી ગઈ હતી અને તેની વચ્ચે લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. તે સમયે જ અચાનક પૂરપાટ દોડતી ટ્રેન આવી ગઈ હતી. અને લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં રેલવે પોલિસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ટ્રેન પઠાણકોટથી અમૃતસર આવી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના દિલ્હી-અમૃતસર માર્ગ પર થઈ છે. આ ઘટના પાછળ તંત્રની બેદરકારી માનવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યા અનુસાર 50 લોકોના મોતની પુષ્ટી થઈ છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો રેલવે ટ્રેક પાસે ઉભા રહીને દશેરાનો ઉત્સવમાં મગ્ન હતા. ત્યારે પાટા પર બન્ને બાજુથી ટ્રેનો આવી ગઈ, જેણે અનેક લોકોના જીવ લઈ લીધા. 

More News


Gujarat


India