Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:00

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 06:11:00

લંડન કોર્ટમાં માલ્યાના નિવેદનથી જેટલીની પરેશાની વધી, કોંગ્રેસ ગેલમાં

લંડન-નવી દિલ્હી - 

વિજય માલ્યાએ ભારત છોડ્યા પહેલા નાણાં મત્રી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલોનું અરૂણ જેટલીએ ખંડન કર્યું હતું. આ માટે અરૂણ જેટલીએ સોશિયલ મીડિયા પર બ્લોગનો સહારો લીધો હતો. જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, વિજય માલ્યા કહી રહ્યા છે કે, ભારત છોડ્યા પહેલા સેટલમેંટની ઓફર માટે તે મને મળ્યાં હતાં. પણ તથ્યાત્મક રૂપે આ નિવેદન તદ્દન ખોટું છે. 2014થી લઈને અત્યાર સુધીમાં મેં ક્યારેય વિજય માલ્યા સાથે મુલાકાત કરી જ નથી. મે માલ્યાને કોઈ એપોઈમેંટ આપી જ નથી. તેવામાં અમે બંને મળ્યા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી.પોતાના બ્લોગમાં અરૂણ જેટલીએ કહ્યું છે કે, જ્યારે માલ્યા રાજ્યસભાના સભ્ય હતાં ત્યારે તેઓ ક્યારેક ક્યારેક સદનમાં આવતા હતાં. સદનની કાર્યવાહી બાદ એક વાર હું મારી ઓફીસ તરફ જઈ રહ્યો હતો. ત્યારે તો દોડતા મારી તરફ આવ્યા હતાં. તે દરમિયાન તેમણે મને કહ્યું હતું કે, સેટલમેંટ માટે હું એક ઓફર આપવા તૈયાર છું. પરંતુ મેં તેમની આ ઓફર ક્યારેય જાણવાનો પ્રયાસ જ નહોતો કર્યો. નાણાંમંત્રી અરૂણ જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, મેં માલ્યાને કહ્યું હતું કે, મારી સામે ઓફર રાખવાનો કોઈ મતલબ નથી. તમારે આ વાત બેંક સમક્ષ કરવી જોઈએ. જેટલીએ કહ્યું હતું કે, માલ્યાના હાથમાં જે પેપર હતાં તે તેને મેં હાથમાં પણ નહોતા લીધા.

More News


Gujarat


India