Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:05

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:50:40

Video - પોખરણ પરિક્ષણ અને સંસદમાં વાજપેયીજીનું એ ભાષણ...

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હંમેશા પોતાની આગવી ઓળખ માટે જાણીતા હતા. કેન્દ્રમાં સરકાર ટેકાની હોય કે અથવા સરકાર તૂટવાની અણી પર હોય, છતાં પણ કઠિન નિર્ણય લેતાં ખચકાતા નહતા.  તેમણે પોતાના વડાપ્રધાન કાર્યકાળમાં પરમાણુ પરિક્ષણ કરાવ્યું તો વિશ્વએ તેને નકારી દીધું, જો કે તેમનાં આ જ નિર્ણયના કારણે આજે ભારત હવે એક મોટી પરમાણુ શક્તિ બની ચુકી હતી. તેમની વાતને જ્યારે તેમને સંસદમાં રજુ કરી ત્યારે સાડા 7 મિનિટ સુધી વિપક્ષ સાંભળતો રહ્યો હતો.

અટલજીએ સંસદમાં પોખરણ મુદ્દે જવાબ આપ્યો.1998માં થયેલા પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટ બાદ હવે આર્થિક મોર્ચા પર વાજપેયી સરકારને ઝટકો લાગ્યો. અર્થવ્યવસ્થા નબળી પડીને 7.8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગઇ. વિશ્વનાં શક્તિશાળી દેશોએ ભારત આર્થિક પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યાર બાદ પણ વાજપેયી પોતાનાં નિર્ણય પર અડગ રહ્યા. તેમણે સંસદમાં વિપક્ષની આલોચનાનો જવાબ આપ્યો. આશરે સાડા 7 મિનિટ સુધી જ્યારે અટલ બિહારી વાજપેયીએ ભાષણ આપ્યું તો સમગ્ર વિપક્ષ ચુપચાપ સાંભળતા રહી ગયા.

More News


Gujarat


India