Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:31

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-12 18:44:39

બિઝનેસ બાબા રામદેવ હવે જીન્સ માર્કેટમાં પ્રવેશ્યા

નવી દિલ્હીઃ બાબા રામદેવ એક નવા બિઝનેસની શરૂઆત કરી છે. આજના દિવસે બાબા રામદેવ પતંજલિ પરિધાન નામથી ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અનુસાર, ધનતેરસના દિવસે બાબા રામદેવ અનેક રાજ્યોમાં એક સાથે પતંજલિ જિન્સ, કુર્તા, બાળકોના વસ્ત્રોની સાથે સાડી લોન્ચ સહિતના કપડાં લોન્ચ કર્યા છે. રાજધાની દિલ્હીમાં તેનો એક મેગા શોરૂમ શરૂ થયો છે. પોતાના નવા બિઝનેસ અંગે બાબા રામદેવ કહે છે કે ધનતેરસ નિમિત્તે પતંજલિ એક નવા બિઝનેસની શરૂઆત કરી છે. તેનાથી લોકોને સસ્તા અને સારા વસ્ત્રો મળશે અને આ રીતે લગભગ 3000 ચીજોની સિરીઝ એક સાથે પતંજલિએ લોન્ચ કરી છે. બાબા રામદેવ ગારમેન્ટ બિઝનેસમાં ઉતરતા પહેલા ડેરી પ્રોડક્ટનો બિઝનેસ શરૂ કરી ચૂક્યા છે.

પતંજલિ દૂધની માગ ધીમે ધીમે વધી રહી છે. ગારમેન્ટ બિઝનેસ ખોલવા માટે તેમણે તેની પ્રક્રિયા ખૂબ અગાઉ શરૂ કરી દીધી હતી. થોડા મહિના પહેલા તેમણે પતંજલિ પરિધાન માટે એક્સ્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવા માટે અરજી માગી હતી. જેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. પતંજલિ પરિધાનના આઉટલેટ દેશના અલગ અલગ શહેરોમાં ખુલશે.

More News


Gujarat


India