Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:00

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 08:39:47

અયોધ્યામાં આજે યોજાશે ધર્મસંસદ, શિવસેના સહિત હિન્દુ સંગઠનો પહોંચ્યા

અયોધ્યા. એજન્સી

ધર્મસંસદને લઇને સમગ્ર વિશ્વની નજર અયોધ્યા પર રહેલી છે. રવિવારે યોજાનારી વિશ્વ હિન્દુ પરિષદે જાહેર કરેલી ધર્મસંસદને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચતા રાજકીય ગરમાવો પણ આવી ગયો છે.  બંને સંગઠનોના કાર્યક્રમને જોતા આગમચેતીના પગલા હેઠળ સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યાને સૈન્ય કિલ્લા ફેરવી દેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે, અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળાવવા માટે એક અધિક પોલીસ મહાનિર્દેશકના અધિકારી, એક નાયબ પોલીસ મહાનિરીક્ષક, ત્રણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક, 10 અધિક પોલીસ અધિક્ષક, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 કંપનીઓ, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. તેના સિવાય એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એમ કહીને માહોલને વધુ ગરમ બનાવી દીધો છે કે, વિવાદીત ઢાંચાને ધ્વસ્ત કરવામાં 17 મિનિટ લાગી હતી. તો પછી રામમંદિરના નિર્માણ માટે કાયદો બનાવવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? સંજય રાઉત અધ્યોધ્યામાં ગત કેટલાક દિવસોથી શિવસેનાના સમર્થકો સાથે પડાવ નાખીને બેઠા છે. 

સાધ્વી પ્રાચીએ માગણી કરી છે કે, કેન્દ્રની ભાજપ સરકાર અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સંસદમાં અધ્યાદેશ લાવે. જેથી રામમંદિર નિર્માણના માર્ગમાં રહેલી અડચણો દૂર કરી શકાય. સાધ્વી પ્રાચીએ કહ્યું છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ નિશ્ચિત છે અને 25 નવેમ્બરે અયોધ્યામાં આ મામલે વિચાર વિમર્શ માટે લાખો રામભક્તો એકત્રિત થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામમંદિર અને બાબરી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. કોર્ટે કહ્યું છે કે, જાન્યુઆરીમાં આ સંદર્ભે વધુ સુનાવણી કરવામાં આવશે. વીએચપી, આરએસએસ, શિવસેના અને અન્ય નેતાઓનું કહેવું છે કે, રામમંદિર નિર્માણમાં ઘણો વિલંબ થઈ ચુક્યો છે. હવે વધારે રાહ જોઈ શકાય તેમ નથી.

More News


Gujarat


India