Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:01

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 00:25:16

પૂર્વ વડાપ્રધાન વાજપેયીની હાલત નાજુક, પીએમ મોદીએ ખબરઅંતર પૂછ્યા

નવી દિલ્હી - છેલ્લા થોડા સમયથી એઇમ્સમાં સારવાર લઈ રહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની હાલત છેલ્લા 24 કલાકમાં વણસતા ખબરઅંતર જાણવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાઇડુ તથા અન્ય રાજકીય નેતાઓ  દેશની આ પ્રતિષ્ઠિત હૉસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદી લગભગ 50 મિનિટ સુધી રોકાયા હતા. મોદી બાદ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખી પણ એમ્સ પહોંચ્યા. આ પહેલા સ્મૃતિ ઇરાનીએ પણ એમ્સ જઈને વાજપેયીના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. 

એઈમ્સ તરફથી એક નિવેદનમાં જણાવાયું હતું કે તેમની હાલત નાજુક છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ (વેન્ટિલેટર) પર છે. કિડનીમાં ઇન્ફેક્શનને પગલે 11 જૂને વાજપેયીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના' 93 વર્ષના આ વયોવૃદ્ધ નેતાને ડાયાબિટીસ પણ છે અને માત્ર એક કિડની કાર્યરત છે. 

More News


Gujarat


India