Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:38

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:02:24

મહારાષ્ટ્રનાં પરભણીમાં પેટ્રોલ રૂપિયા ૯૧ને પાર, મુંબઈમાં ૯૦ની સપાટી તરફ આગેકૂચ

મહારાષ્ટ્રનાં પરભણીમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૯૧.૪૦ પ્રતિ લિટર પર પહોંચી હતી. તેવી જ રીતે મુંબઈમાં પેટ્રોલ ૯૦ની સપાટી તરફ ઝડપથી આગેકૂચ કરી રહ્યું છે. મુંબઈમાં એક લિટરની કિંમત રૂપિયા ૮૯.૨૯ પર પહોંચી હતી. પરભણીમાં ડીઝલની કિંમત રૂપિયા ૭૯.૦૯ થઈ હતી. રવિવારે દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૨૮ પૈસાનો વધારો થયો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૧.૯૧ પ્રતિ લિટર પર પહોંચી હતી. તેવી જ રીતે ડીઝલની કિંમતમાં પણ વધારો કરાતાં દિલ્હીમાં ડીઝલની કિંમત રૂપિયા ૭૩.૭૨ અને મુંબઈમાં રૂપિયા ૭૮.૨૬ પ્રતિ લિટર પર પહોંચી ગઈ હતી. પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ થાય તો પેટ્રોલપંપો બંધ થઈ જશે, ના… પંપમાલિકો બંધ નહીં કરે પરંતુ એક ટેક્નિકલ સમસ્યાને કારણે પંપો બંધ કરવાની ફરજ પડશે. અત્યારે દેશમાં પેટ્રોલપંપ પર લાગેલાં ડિસ્પેન્સરમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ મહત્તમ રૂપિયા ૯૯.૯૯ સુધી જ ફીડ કરી શકાય તેમ છે, તેમાં રૂપિયા ૧૦૦નો ભાવ ફીડ કરી શકાય તેમજ નથી. જો પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦.૩૩ થાય તો પંપમાં તેની કિંમત ૦૦.૩૩ જ બતાવશે. આમ પંપમાલિકોને આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પંપ બંધ રાખવાની ફરજ પડી શકે છે.

More News


Gujarat


India