Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:22

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:36:48

અમે NRIને ભારતની વધુ નજીક લાવીશું - વિદેશરાજ્ય પ્રધાન એમ.જે. અકબર

આપણું ગુજરાત ન્યૂઝ

વિદેશવિભાગના એક કાર્યક્રમમાં ગાંધીનગર આવેલાં વિદેશ રાજ્યપ્રધાન એમ જે અકબરે જણાવ્યું હતું કે બિનનિવાસી ભારતીયોને દેશવાસીઓ સાથે જોડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે. અમે બે દિલોને જોડવા મજબૂત બ્રિજ બાંધ્યો છે, જેથી રાષ્ટ્રના વિકાસમાં તેમના સહયોગને નવું દિશાદર્શન મળે. ગુજરાત રાજ્યમા નવા 6 પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની કેન્દ્રીય મંત્રી એમ.જે.એકબરે જાહેરાત કરી છે. અમરેલી, ગાંધીનગર, પાટણ, બારડોલી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પાસપોર્ટ  ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. 

તેમણે એમ પણ જણાવ્યું કે, અમારા માટે વ્હાઇટ કોલર, બ્લ્યુ કોલર એવા કામના પ્રકાર નથી. તિરંગા કોલર જ અમારા માટે મહત્વ ધરાવે છે. કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે જ વિશ્વભરના એનઆરઆઇ સમુદાયમાં એક વિશ્વાસનું નિર્માણ થયું છે. જેના કારણે હવે ‘બેસ્ટ માઇન્ડ’ સ્વદેશ પરત ફરી રહ્યાં છે. 

આ સાથે રાજ્યમાં કુલ 25 પાસપોર્ટ સેવા કેન્દ્રો થતા વિદેશ જવા માંગતા ગુજરાતીઓ અને બિન નિવાસી ગુજરાતી ભારતીયો ને સુવિધા મળતી થશે. વિદેશ રાજ્ય મંત્રી એમ જે અકબર ની ઉપસ્થિતી માં ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદીપ સિંહ જાડેજા એ આ વિગતો આપી હતી. વિશ્વભરમાં વસતા ભારતીયોને  જે તે રાષ્ટ્રમાં થતી સમસ્યાઓ અને  નોકરી  વગેરે બાબતોના પ્રશ્નો સંદર્ભમાં આઉટ રિચ પ્રોગ્રામ અન્વયે ભારત સરકાર દ્વારા દેશના રાજ્યોમાં આ પ્રકારની બેઠકો યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે ગુજરાતમાં બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.

More News


Gujarat


India