Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:53

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 15:45:21

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી 75 ટકા તૈયાર, જુઓ તસવીરો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરદાર સરોવર બંધ કેવડિયાના સાધુબેટ ખાતે નિર્માણાધિન સરદાર પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમાના નિર્માણ કાર્યની નિરીક્ષણ મુલાકાત લઈને જણાવ્યું કે,  આગામી તા. ૩૧ મી ઓક્ટોબર સરદાર સાહેબની જન્મજયંતિએ આ પ્રતિમાનું લોકાર્પણ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની દિશામાં રાજ્ય સરકાર ઝડપ ભેર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીએ સરદાર સાહેબની વિરાટતાને વૈશ્વિક ઊંચાઈ આપવા સેવેલું સ્વપ્ન તેમના જ હસ્તે લોકાર્પણ દ્વારા ગુજરાત સાકાર કરશે.વિજયભાઈ રૂપાણીએ આ સ્ટેચ્યુની સાઈટ વિઝીટ કરીને સંપૂર્ણ કામગીરી બારીકાઈથી નિહાળી હતી. તેમણે કહ્યું કે, આ પ્રતિમા નિર્માણમાં ૯૦ હજાર મેટ્રીકટન સિમેન્ટ ૨૫ હજાર મેટ્રીક ટન લોખંડ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. ૨૫૦  જેટલા ઇજનેરો આ પ્રતિમા નિર્માણના કામમાં યોગદાન આપે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ૮૦ ટકા નિર્માણ કાર્ય સંપન્ન થયું છે. કોંક્રિટની કામગીરી બાદ બે તબક્કામાં ઝડપભેર પ્રતિમાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રતિમાના નિર્માણથી કેવડિયા સ્થિત સરદાર સરોવર દુનિયાના મહત્વના પ્રવાસધામ રૂપે વિકાસ પામશે એમ તેમણે ગર્વભેર કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, સરદાર સાહેબનું જીવન કવન રાજનીતિથી પર હતું. તેઓ આપણી યુવા પેઢી અને આવનારી પેઢીઓને યુગો સુધી પ્રેરણા આપતા રહેશે. પ્રતિમા વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહે તેવી વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓ અહીં વિકસાવવાની નેમ છે. ટ્રાયબલ મ્યુઝિયમ, મનોરમ્ય ગાર્ડન,  બોટિંગ સહિતની સુવિધા વિકસાવી  આ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની ભૂમિકા પણ તેમણે આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂરું થતા બ્રોન્ઝના પડ લગાડવાનું શરૂ થઇ ગયું છે. સરદાર વલ્લભાઇ પટેલની મહાકાય પ્રતિમાનો આકાર હવે થોડો દેખાવા લાગ્યો છે. સરદાર પટેલની જન્મ જ્યંતી 31 ઓક્ટોબરના રોજ છે. જેને હવે ગણતરીનો સમય બાકી છે. તેમજ સરદાર પટેલની જન્મ જ્યંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.  ત્યારે એ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટનું કામ પૂર્ણ થાય તે માટે દિવસ રાત કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કુલ 2989 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને દેશના વડાપ્રધાનનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે. કારણ કે સરદાર પટેલની આ 182 મીટર ઉંચી પ્રતિમા ઝડપથી બને તે માટે તેવો જાતે ખાસ ધ્યાન રાખી રહ્યાં છે.અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 75 ટકા કામ પૂર્ણ થયું છે.

More News


Gujarat


India