Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:10

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:26:34

તારક મહેતાના ઉલ્ટા ચશ્માં ફેઈમ ડોક્ટર હંસરાજ હાથીનું નિધન

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા 45 વર્ષીય કવિ કુમાર આઝાદનું દુઃખદ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આઝાદ કવિએ કારમાં 8 જુલાઈના રોજ મિત્ર સાથે ડ્રિન્ક કર્યું હતું અને પછી ઘરે આવી ગયા હતાં. બીજા દિવસે એટલે કે 9 જુલાઈના રોજ સવારે તેમની તબિયત સારી નહોતી અને તેમણે અસિત મોદીને ફોન કરીને શૂટ પર નહીં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ પરિવાર તેમને મીરા રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલમાં લઈને ગયા હતાં. જ્યાં ડોક્ટર્સે હાર્ટ એટેકને કારણે નિધન થયું હોવાનું કહીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. 

આઝાદના નિધન અંગે આશિત મોદીએ કહ્યું, "આઝાદ અનોખી પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતા. "તેઓ શોને દિલથી ચાહતા હતા. જો તબિયત સારી ન હોય તો પણ તેઓ શૂટિંગ માટે આવતા હતા, પરંતુ આજે સવારે તેમનો કોલ આવ્યો હતો કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ શૂટિંગ માટે નહીં આવી શકે.  "બાદમાં અમને સમાચાર મળ્યાં કે તેમનું નિધન થયું છે. અમે ભાવશૂન્ય બની ગયા છીએ." કવિ કુમાર ઍક્ટર હોવા ઉપરાંત ઍન્ટરપ્રેન્યૉર પણ હતા. તેઓ બે દુકાન ધરાવતા હતા અને તેમને લખવાનો પણ શોખ હતો. 

 

More News


Gujarat


India