Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:58:01

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 23:20:28

પ્રથમ વખત ચલણી નોટમાં ગુજરાતને સ્થાનઃ 100 રુ.ની નોટ પર પાટણની ‘રાણકી વાવ’

નવી દિલ્હી- ભારતીય રીઝર્વ બેંક દ્વારા નવી 100ની નોટનો લૂક જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સો રુપિયાની નોટમાં ગુજરાતની પ્રસિદ્ધ હેરિટેજ સાઇટ રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતને ચલણી નોટમાં આ સાથે પ્રથમવાર સ્થાન મળ્યું છે.મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટ પર ગવર્નર ઊર્જિત પટેલના હસ્તાક્ષર છે. આરબીઆઈ તરફથી અપાયેલાં નિવેદન મુજબ નવી 100 રુપિયાની નોટની પાછલી બાજુએ ગુજરાતના પાટણ જિલ્લાની રાણકી વાવાનું ચિત્ર છે. નોટ પર આ ચિત્ર ઉપસાવવામાં ભારતની ભવ્ય સાંસ્કૃતિક વારસાઇને પ્રગટ કરવાનો હેતુ છે.

આ નોટનો રંગ હળવો જાંબુડી રંગ છે. રાણકી વાવનું ચિત્ર ધરાવતી નોટની સાઇઝ 66 mm × 142 mm છે. આ નવી નોટની સાથે આરબીઆઈ દ્વારા જારી પહેલેથી ચલણમાં રહેલી 100ની નોટ પણ માન્ય રહેશે.ટૂંક સમયમાં નવી નોટ બહાર પડ્યાં બાદ ઝડપથી સપ્લાય પૂરો પાડવામાં આવશે.

More News


Gujarat


India