Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:17

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 23:39:39

પહેલા નાટકીય ઉપવાસનો અચાનક અંત આણ્યો, હવે લક્ઝરિયસ સારવારનો ચીલો ચણ્યો

બેંગલોરના લક્ઝરિયસ રિસોર્ટમાં હાર્દિક કરાવશે સારવાર

આપણું ગુજરાત ન્યુઝ . અમદાવાદ 

હાર્દિક પટેલના ઉપવાસનો નાટકીય અંત આવ્યા બાદ હવે ઉપવાસ બાદની લક્ઝરિયસ ટ્રીટમેન્ટ શરૂ થઇ ગઇ છે. પહેલા આમરણાંત અને બાદમાં હોસ્પિટલમાં સારવાર ભોગવી લઇને વધુ બેથી ત્રણ દિવસ ઉપવાસ પર હાર્દિક પટેલ બેઠો હતો અને અચાનક જ સમાજને આગળ કરીને ઉપવાસ આંદોલન સંકેલી લીધું હતું. જોકે હજુ સુધી ઉપવાસના ખર્ચાનો આંકડો તો બહાર આવ્યો નથી. પરંતુ તેની બેંગલોરના એક રિસોર્ટમાં ચાલી રહેલી લક્ઝરિયસ ટ્રીટમેન્ટે જરૂર વિવાદ સર્જયો છે. હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બેંગલોર હોવાની વાત શેર કરી છે. હાર્દિકે એક ટ્વીટ કર્યું છે, ટ્વીટમાં તેણે યોગા કરતો એક ફોટો પણ શેર કર્યો છે. ફોટો કેપ્શનમાં તેણે લખ્યું કે ભગવત ગીતામાં લખ્યું છે કે પોતાની જાતને ઓળખવા માટે યોગા ખુબ જ જરૂરી છે. અંતે લાંબી પ્લેન મુસાફરી બાદ બેંગલુરુ પહોંચી ગયો છું.જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટમાં દિલ્હીના મુખ્યમંત્રી પણ અવાર-નવાર કુદરતી ચિકિત્સા કરાવવા જાય છે.

ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતના મુદ્દે 19 દિવસ સુધી ઉપવાસ પર બેઠેલો હાર્દિક પટેલ અંતે પોતાની ટ્રિટમેન્ટ માટે બેંગ્લોર પહોંચ્યો છે. હાલમાં બેંગ્લોરના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં ટ્રિટમેન્ટ ચાલી રહી છે. હાર્દિકના અંગતો સુત્રો દ્વારા તેમણે ટ્રિટમેન્ટ લઈ રહ્યો એવા ફોટા પણ શેર કર્યા હતા. 

More News


Gujarat


India