Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:57

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:42:30

વીએસ હોસ્પિટલનું 582 કરોડના ખર્ચે નિર્માણ, મોદી કરશે લોકાર્પણ

અમદાવાદ - 

અમદાવાદ શહેરમાં વર્લ્ડ ક્લાસ આરોગ્ય સેવા મળી રહે તેવા માટે વી એસ હોસ્પિટલ અને સાબરમતી રિવરફ્રન્ટના કિનારે અતિ આધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યુ છે. 2019ના જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભાઇ પટેલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.સાબરમતી નદીના કિનાર અને વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આકાર પામી રહેલી આ અત્યાધુનિક હોસ્પિટલનું નામ સરદાર વલ્લભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ છે. ગુજરાત સરકારના સહયોગથી નિર્માણ થયેલી એક માત્ર હેલીપેડ ધરાવતી સરકારી હોસ્પિટલ બની રહેશે. રાજ્ય સરકાર અને એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 582 કરોડના ખર્ચે 18 માળની ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયુ છે.હોસ્પિટલમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કરી હતી. ગુજરાત અને અમદાવાદીની જનતાને આરોગ્ય ક્ષેત્રે મોટી સુવિધા પ્રાપ્ત થાય તે માટે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરાશે.

More News


Gujarat


India