Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:50

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 10:51:56

દિવાળી ટાંણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લોકોનો ભારે ધસારો

ગુજરાત સરકારને 50 લાખથી વધુની આવક, નવા વર્ષે 16 હજાર અને ભાઇબીજે 20 હજાર લોકોએ મુલાકાત લીધી

આપણું ગુજરાત ન્યૂઝ. કેવડિયા

દિવાળીની રજાઓ અને કંઇક નવું જોવા માટે જાણીતા ગુજરાતીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નવું નજરાણું બન્યું છે. નવા વર્ષના દિવસે 16000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, જેના કારણે સરકારને 50 લાખથી વધુની આવક થઇ હતી. તો આ તરફ એસ.ટી.નિગમે પણ 50 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. નવા વર્ષે 4 વાગ્યા સૂધી 16036 પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે ભાઇબીજે 20 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાશે. પ્રવાસીઓ વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે. પબ્લિકની ભીડ જોતાં ટિકિટ લેવા માટે બે કિલોમીટરથી પણ વધારે લાંબી લાઇનો લાગી ગઇ હતી. તો આ તરફ સરકાર તરફથી મળતી માહિતી અનુસાર હાલ 70 ટકા ટેન્ટનું પણ બુકિંગ થઇ ચૂક્યું છે. આથી હાલ તો એવું કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સરકારની તિજોરી ભરવાનું શરૂ કરી દીધું છે. 

More News


Gujarat


India