Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:39

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 00:02:12

ગુજરાતમાં તમાકુયુક્ત પાનમસાલા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

વિદેશમાં વસતા વ્યસનીઓ માટે માઠા સમાચાર

આપણું ગુજરાત ન્યૂઝ. અમદાવાદ 

ગુજરાતમાં આમ તો ગુટખા, તમાકુ અને નિકોટીન યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ ક્યારનોય મૂકાયેલો છે, પરંતુ લોકો અલગ અલગ વસ્તુઓને ખરીદી પોતાના વ્યસનને સંતોષતા હતા, જોકે હવે તેના વેચાણ,સંગ્રહ અને વિતરણ પર એક વર્ષના પ્રતિબંધનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આમ હવે વિદેશમાં વસતા વ્યસનખોરોએ પણ પોતાના વ્યસનને સંતોષવા માટે કોઇ બીજો રસ્તો અપનાવવો પડશે, કારણ કે પહેલા તેઓ ગુજરાતથી આવતા મિત્રો અથવા કોઇ અન્ય રસ્તે ગુટખા કે તમાકુ મંગાવી પોતાના વ્યસનને સંતોષતા હતા, પરંતુ હવે ગુજરાતમાં જ પ્રતિબંધ લાગતા વ્યસનીઓએ કોઇ નવો રસ્તો અપનાવવો પડશે. 

ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ આ નિર્ણય લીધો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ટ એક્ટ-2006, રેગ્યુલેશન-2011 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે. સંગ્રહ,વેચાણ અને વિતરણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ નિયમ ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવ્યું છે.  ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલા ખાવાથી કેન્સર જેવા જીવલેણ રોગો થાય છે. ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાનમસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું ગુન્હો બને છે. આ આદેશ રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો છે. પરિપત્ર બહાર પાડી તમામ સત્તા મંડળોને અમલ કરવા સૂચના અપાઇ છે.

More News


Gujarat


India