Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:39

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 17:18:55

વલસાડના તબીબે પથરીના ઓપરેશનમાં રેકોર્ડ સર્જયો

આપણું ગુજરાત ન્યૂઝ.

વલસાડ જિલ્લાના એક તબીબે એશિયાની સૌથી મોટી પથરીનું સફળ ઓપરેશન કરીને લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યું છે અને આ પથરી વજનમાં એટલી મોટી હતી કે જેની કલ્પના પણ કોઇ ન કરી શકે. ધરમપુરની સાઈનાથ હોસ્પિટલના ડોકટર ડી સી પટેલને એશિયાનું સૌથી મોટી પથરીનું ઓપરેશન કરીને દર્દીને જિંદગી બક્ષવા બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પેશાબની બળતરાની ફરિયાદ લઈને આવેલ દર્દીના બેલ્ડરમાંથી 1.365 ગ્રામની મોટી પથરી એક કલાક ચાલેલા ઓપરેશનમાં સફળતા પૂર્વક કાઢી લઈને દર્દીને ઉગારી લેવામાં આવ્યો હતો. ડો. ડી સી પટેલનું કહેવું છે કે આ ઓપરેશન વિશ્વમાં બીજા નંબરનું છે. અને પહેલા નંબર પર બ્રાઝીલમાં ઓપરેશન થયું હતું. મારી લાઈફમાં મેં આ ઓપરેશન કરી ધન્યતા અનુભવી છે આટલો મોટો પથરીનો પથ્થર કાઢી ને દર્દી ની જિંદગી આપી છે. અમને લિમ્કા બુક એ પોતાના બુકમાં નામ મળ્યું છે.  આ એશિયાનું સૌથી મોટું ઓપરેશન કહી શકાય છે.

More News


Gujarat


India