Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:22

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 23:11:55

રોયલ ન્યૂઝીલેન્ડ નેવીના HMNZS Endeavourને ગુજરાતના અલંગમાં સ્ક્રેપ કરાયું

શિપમાંથી નિકળેલી જીવન જરૂરિયાત વસ્તુઓને ગરીબો સંસ્થાને દાનમાં અપાઇ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ગુજરાતના ભાવનગર શહેર પાસે આવેલું અલંગ સમગ્ર વિશ્વમાં વિશાળકાય જહાજોને સ્ક્રેપ કરવા માટે જાણીતું છે. રોયલ ન્યૂઝીલેન્ડ નેવીનું જ એક જહાર HMNZS Endeavour પણ 30 વર્ષની સેવા બાદ ગુજરાતના અલંગમાં સ્ક્રેપ કરાઇ રહ્યું છે. જહાજને તોડવાની કામગીરી અલંગની જે.આર.ડી. ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા હાથ ધરાઇ છે અને આ દરમિયાનન જહાજમાં રહેલી જીવન જરૂરિયાતની વસ્તુઓને ન્યૂઝીલેન્ડ ડિફેન્સ ફોર્સે અલંગની સામાજિક સંસ્થાને દાન કરી હતી. 

HMNZS Endeavourને 8 એપ્રિલ 1988માં સાઉથ કોરિયામાં બનાવવામાં આવ્યું હતું અને 15 ડિસેમ્બર 2017માં ડિકમિશન કરાયું હતું. હવે HMNZS Aotearoa રોયલ ન્યૂઝીલેન્ડ નેવીમાં HMNZS Endeavourનું સ્થાન લેશે.   અંગ્રેજી ભાષામાં અલંગને શીપીંગ બ્રેક યાર્ડ કહેવામાં આવે છે. એશીયા નું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે, જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો (ટેન્કર, મુસાફરવાહક, માલવાહક વગેરે) ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે. જહાજને તોડી નાખવાથી મળતા લોખંડ, કાંચ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડાંનું રાચરચીલું તેમ જ અન્ય વસ્તુઓને લગતા વેપારધંધા તેમજ ઉદ્યોગો પણ અહીં વિકાસ પામ્યા છે. 

Pic courtesy - @NZinIndia twitter

More News


Gujarat


India