Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:49

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:30:03

રહેવામાં ઉત્તમ શહેર, ટોપ ટેનમાં ગુજરાતનું એકપણ નહીં

રહેવા માટે ઉત્તમ શહેર ક્યું. આવો પ્રશ્ન અનેકવાર થતો હોય છે મનમાં, જોકે તેનો જવાબ કેન્દ્રીય શહેર મંત્રાલયે આપી દીધો છે. ભારતમાં રહેવા માટે અવ્વલ શહેરોની યાદીમાં પુણે શહેર અવ્વલ નંબર પર આવ્યું છે. ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટના નામે ૮ વાર તાયફાઓ કરી ચૂકી છે પણ ગુજરાતનું એકેય શહેર આ યાદીમાં ટોચ પર સામેલ નથી. એટલું જ નહિ પરંતુ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ ગુજરાત પાછું પડયું છે. કેન્દ્રીય શહેર મંત્રાલય દ્વારા જાહેર જીવનના સુગમતા સૂચકાંક (લિવેબિલિટી ઈન્ડેક્સ)ની યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના એકેય શહેરને સ્થાન મળ્યું નથી. આ સર્વે દેશના ૧૧૧ શહેરમાં કરાયું હતું, જેમાં શાસન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ ચાર માપદંડો નક્કી કરાયા હતા. આ યાદીમાં પુણેને સૌથી પહેલું સ્થાન જ્યારે ઉત્તરપ્રદેશના રામપુરને છેલ્લું સ્થાન મળ્યું હતું. જ્યારે નવી મુંબઇ અને મુંબઇ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. 

શહેરોમાં ૧૫ કેટેગરી અને અલગ અલગ ૭૮ માપદંડથી તપાસવામાં આવ્યા હતા. સંસ્થાકીય અને સોશિયલ પેરામીટરના ૨૫-૨૫ ગુણ નક્કી કરવામાં આવ્યા હતા. સૌથી વધુ ગુણ ફિઝિકલ પેરામીટરના અને પાંચ માર્ક ઈકોનોમિક પેરામીટરના ગણવામાં આવ્યા હતા. જોકે વાઈબ્રન્ટ સમિટના કારણે જેને દેશનું ગ્રોથ એન્જિન ગણવાના ગાણાં ગવાતાં હતાં તેવા ગુજરાતના એકેય શહેરને રહેવા માટે શ્રેષ્ઠ હોય તેવું સ્થાન ટોપ ટેનમાંય મળ્યું નથી. વાઈબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં જાહોજલાલી વધી છે, સમૃદ્ધિ વધી છે, મોટા શહેરો સુગમતા સાથે રહેવા લાયક બન્યા છે તેવા તમામ સરકારી દાવાની આ સર્વેમાં પોલ ખૂલી જવા પામી છે.

More News


Gujarat


India