Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:16

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 03:13:28

નિકોલમાં હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ પહેલા જ અટકાયત

અમદાવાદ - 

નિકોલ પાર્કિગમાં હાર્દિક પટેલ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના છે ત્યારે પોલીસ તંત્ર તોડતું થયું છે. જોકે હાર્દિક પટેલ નિકોલ જવા રવાના થાય તે પહેલા જ તેની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અંદાજે 60 વધારે પાટિદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોની અટકાયત કરી હતી. 

ઉપવાસ પહેલા જ હાર્દિક પટેલનિકોલમાં જ અનશન કરવા પર કાયમ હતા અને તેને કારણે જ પોલીસે અટકાયત કરાઇ હતી.  આ પહેલા હાર્દિક સાથે રહેતી તમામ ગાડીઓનું એક લીસ્ટ તૈયાર કરાયું છે. જેમાં ઉપવાસ સ્થળ પર કેટલીક નંબરની ગાડીઓને પ્રવેશ નહીં મળે. આ સાથે હાર્દિકને પણ ઉપવાસ સ્થળ પર ન પહોંચવા દેવા પુરેપુરી કવાયત હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે પાસ કન્વીનર બ્રિજેશ પટેલ સહિત 5 લોકોની અટકાયત કરી છે. આ સાથે પોલીસે અત્યાર સુધીમાં કુલ 63 લોકોની અટકાયત કરી છે. હાલ જયેશ પટેલ, નિખિલ સવાણી અને ગીતા પટેલના ઘરે પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

More News


Gujarat


India