Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:34

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 01:21:15

નવરાત્રી ગરબો કોઈ પણ, આરાધના ગીત તો એક જ

ઓસમાણ મીર અને કિર્તીદાન ગઢવીનું  મ ન મંદિરીયે રહેતી મોગલ....ગીત બન્યું વાઈરલ

કેતન જોશી. આપણું ગુજરાત 

નવરાત્રિમાં ચાહે ગરબો કોઈ પણ વાગે, પણ જ્યારે ચાહકોને આરાધ્ય ગીત કે ભાવ ગીત સાંભળવું હશે... તો એ તો મન મંદિરીયે  રહેતી  મોગલ ગીત જ હશે... આવું આ ગીતને મળી રહેલા પ્રતિસાદ બાદ લાગી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ પણ ગીત લોંચ થાય ત્યાર બાદ લોકો સુધી પહોંચતા તેને ઘણો જ સમય લાગતો હોય  છે. પરંતુ ઓસમાણ મીર અને કીર્તિદાન ગઢવીની જુગલ બંધીનું આ ગીત બહુ જ ઓછા સમયમાં લોકો સુધી પહોંચી ગયું છે. ગુજરાતી ભક્તિ ગીત વાઈરલ થયું હોય તેવી આ પહેલી ઘટના છે. 

કીર્તિદાન ગઢવીએ તો આ ગીતને મૈત્રીનું અને માતાની ભક્તિનું ગીત ગણાવ્યુ હતુ. ઓસમાણ મીરે આ ગીતનું મુખડું સંભળાવ્યું ત્યારે જ ગીત લોકોમાં ખુબ જ લોકપ્રિય થશે એવો મને વિશ્વાસ હતો એવું જણાવી કીર્તિદાને ઉમેર્યુ હતુ કે, આ નવરાત્રિમાં લોકો માટે આરાધન ગીત, મન મંદિરીયે રહેતી મોગલ, બની રહેશે. આ ગીત લોકોના મન મંદિરમાં સ્થાન પામ્યું હોવાનો આનંદ વ્યક્ત કરતા કીર્તિદાન ગઢવીએ વિદેશમાં પ્રિ-નવરાત્રીની ઉજાણીમાં વ્યસ્ત છે ત્યારે ત્યાં પણ આ ગીત લોકોને ભક્તિભાવમાં તરબોળ કરનારું લાગ્યું હોવાનો ભાવ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે ચાહકોનો ધન્યવાદ કરતા કહ્યુ કે, "ચાહકોએ હંમેશની જેમ વધુ એક વખત ગીતને વધાવ્યુ છે. ચાહકોના પ્રેમના કારણે જ કંઈક નવું કરવાની પ્રેરણા મળે છે. આ ગીતમાં પણ મિત્ર ઓસમાણ મીરે લખેલું મુખડુ હતુ.. અને મોગલ માતા પ્રત્યેનો અનન્ય ભાવ હતો.. જેથી હું એ ગીત સાથે જોડાયો. હવે નવરાત્રીમાં ચાહકો આ ગીત વધુ ને વધુ સાંભળે, માણે અને આનંદ કરે એવી ચાહકો પાસે આશા. આ ગીત વધુને વધુ સફળ જાય એવી મા મોગલના ચરણે પ્રાર્થના. માતા આ નોરતે અમારી આ ભેટને સ્વીકારે એવી તેમને પ્રાર્થના." 

ઓસમાણ મીરે પણ ગીતને મળી રહેલી સફળતા બાદ ચાહકોને ધન્યવાદ કહ્યુ હતુ. અને ઉમેર્યુ હતુ કે, મારા મન મંદિરીયેથી આ ગીત ઉતર્યુ અને હવે લોકોના મન મંદિરમાં એ સ્થાન પામ્યું છે. ચાહકો તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાથી ઓસમાણ મીરે જણાવ્યુ કે,  "કોઈ પણ ગીત જ્યારે અમે સર્જક તરીકે બનાવતા હોઈએ.. ત્યારે પરીક્ષા આપવા જેવો જ ભાસ થતો હોય છે, જો કે, આ ગીતને લોકોએ જે રીતે વધાવ્યુ અને વખાણ્યુ છે... ત્યારે એ પરીક્ષામાં સાંગોપાંગ પાર ઉતર્યાની લાગણી થાય છે." આટલું કહીને ઓસમાણ મીરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, "ગાયક તરીકે તો ચાહકોએ કાયમ વખાણ્યો છે પરંતુ મન મંદિરીયે રહેતી મોગલ ગીતમાં તો મુખડું મે લખેલું. સાથે જ ગીત પણ મે જ કમ્પોઝ કર્યુ હતુ. ને ખાસ તો મારા પરમમિત્ર અને જાણીતા ગાયક કીર્તિદાન ગઢવી અને હું પહેલીવાર કોઈ સોંગમાં સાથે આવ્યા છીએ... એટલે આ ગીતને લઈને હું ઘણો જ આશાસ્પદ હતો. એ આશા પર ખરો ઉતરવાનો આનંદ અનેરો હોય છે."

ઘોંઘાટીયા ગીતો અને માત્ર ્ને માત્ર ઝુમવા માટેના જ ગીતોની વધુ પ્રમાણમાં રચના થઈ રહી છે ત્યારે ભક્તિમય માહોલની અનુભૂતિ કરાવે તેવું ગીત હોઈ લોકોએ અતિશય પસંદ કર્યુ છે. ચાહકોનું માનીએ તો આ ગીત સાંભળતી વખતે ડિવિનીટીની અનૂભુતિ સાવ સહજતાથી થાય છે. કુણાલ પરમારનું સંગીત, ઘનશ્યામ કવિના શબ્દો અને ઓસમાણ મીરનું કમ્પોઝીશન લોકોએ વખાણ્યુ છે અને વધાવ્યું છે. આવું કોઈ ગીત આટલી જલદી લોકજીભે ચઢે અને જન જન સુઘી પહોંચ્યું હોય તેવી આ પહેલી ઘટના હોઈ ગીત-સંગીત ચાહકો ભક્તિમાં તરબોળ થઈ રહ્યા છે.

More News


Gujarat


India