Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:07

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:57

હવાઇમાર્ગે દારુની બોટલ લાવતા હરિયાણાના વ્યક્તિ સાથે ખરું થયું

વડોદરા - 

ગુજરાતને ડ્રાય સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે અને દારૂનો નશો કરતા લોકો માટે ગુજરાત હંમેશા માટે માથાના દુઃખાવા સમાન બનતું હોય છે. દારુબાજો ગુજરાતમાં દારુ લાવવા માટે ઘણી ચતૂરાઇ કરતા હોય છે, પરંતુ નસીબે જો સાથે ન આપ્યો તો પોલીસના હાથે ચઢી જવાની બીક હંમેશા રહેતી હોય છે. આવું જ કંઇક હરિયાણાના એક વ્યક્તિ સાથે બન્યું. વડોદરા હવાઇ માર્ગે જતા આ વ્યક્તિએ દારૂની બોટલ દિલ્હી એરપોર્ટથી ખરીદી અને પોતાના લગેજમાં સંતાડી દીધી, પરંતુ કહેવાય છે ને જો નસીબ સાથ ન આપે તો પોલીસ મામાના દર્શન પાક્કા, આવું જ થયું આ વ્યક્તિ સાથે. ગુજરાતના પોલીસવડા જ તેની નજીકની સીટ પાસે બેઠા હતા...

દિલ્હી એરપોર્ટ પરથી ‘બ્લેક ડોગ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ રૂ. 2 હજારની ખરીદી હતી. જે તેણે હેન્ડ બેગમાં મૂકી હતી. જો કે તેઓ ડ્રાય સ્ટેટમાં વ્હીસ્કી ક્યાં સંતાડવી તેના માટે રઘવાયો થયો હતો. તેથી હેન્ડબેગમાં રહેલી તેની દારૂ બોટલ તેમણે કાઢી પાછી મૂકતા તે દરમિયાન તેમની એક સીટ છોડી બેઠેલા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દિલ્હીથી પોતાનું એક કામ પતાવીને આવી રહ્યા હતા જેમણે આ જોઇ લીધી હતી.જેથી ડીજી શિવાનંદ ઝાએ તેને અમદાવાદ એરપોર્ટ પર રોકી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે એરપોર્ટ બહાર આવતા શખ્સની ધરપકડ કરી હતી.

 

More News


Gujarat


India