Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:06

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:07:31

ગુજરાતમાં દારૂની પરમિટ મોંઘી બનાવાઇ, ફીમાં કરાયો વધારો

ગાંધીનગર -  ગુજરાતની વિજય રૂપાણી સરકારે ગુજરાતમાં દારૂની પરમિટ મોંઘી બનાવી દીધી છે. ગૃહમંત્રીએ વિધાનસભામાં દારૂની પરમિટ પર ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી હતી. પહેલા ફોર્મના 50 અને આરોગ્ય ફીના 500 લેવાતાં હતા, પરંતુ હવે પ્રોસેસ ફી અને આરોગ્યના 2000 કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં કલમ 44 પ્રમાણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મુંબઈ વિદેશ દારૂ નિયમો, 1953ના નિયમ-65 પ્રમાણે એરિયા મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ 26 એરિયા મેડિકલ બોર્ડ કાર્યકરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ છ એરિયા બોર્ડની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

More News


Gujarat


India