Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:07

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 10:01:01

ગુજરાતની શાંતિ ડહોળાઇ, પરપ્રાંતીય પર હુમલા યથાવત્, રાજકારણ તેજ

અમદાવાદ -  સાબરકાંઠાના હિંમતનગર પાસેના નાનકડા ગામમાં 14 મહિનાની બાળકી પર થયેલા બળાત્કાર બાદ અચાનક ગુજરાતમાં પરપ્રાંતીય લોકો પર હુમલા શરૂ થતાંની સાથે જ 42 હુમલામાં લગભગ 342થી વધુ લોકોની ગિરફ્તારી થઇ છે પરંતુ આ છતાં પરપ્રાંતીય લોકોને નિશાન બનાવાઈ રહ્યા છે. એની પાછળનું મુખ્ય કારણ રોજગારી બતાવી ગુજરાતની અશાંતિ ડહોળાવાઈ રહી છે અને એની સીધી અસર ગુજરાતના ઉદ્યોગ ઉપર સીધી અસર થઇ છે.' હાલ દિવસેને દિવસે ઉત્તર ભારતની ટ્રેન દ્વારા પરપ્રાંતીય લોકોનું પલાયન યથાવત્ રહ્યું છે. તો આ તરફ કોંગ્રેસે રાજકીય રોટલા શેકવાનું પણ શરૂ કરી દેતાં ગુજરાતમાં રાજકારણ વધું ગરમાયું છે. 

' સાબરકાંઠાના ગામમાં 14 મહિનાની બાળકીના પિતા એક ફેક્ટરી સામે નાનકડી ચા અને નાસ્તાની દુકાન ચલાવી રહ્યા હતા. અહીં 19 વર્ષનો આરોપી કાયમ ચા નાસ્તો' કરતો હતો. ત્રણ વર્ષથી અહીં આવતો હતો જેના કારણે આ બાળકીના પિતા સાથે એને સીધો સંબંધ હતો જ્યારે 14 મહિનાની બાળકી બાજુના ખાટલામાં સૂતી હતી અને એના પિતા જ્યારે ચા બનાવતા હતા ત્યારે 200 મીટર દૂર લઇ જઈ બળાત્કાર કર્યો અને તુરંત જ પકડાઈ ગયો પરંતુ ગણતરીની મિનિટોમાં અચાનક જ આ બાળકીના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા અને ચોક્કસ જાતિની બાળકી પર બળાત્કાર થયાનો મેસેજ વાઈરલ થતાની સાથે જ સાબરકાંઠાના ગામના ચોક્કસ જાતિના લોકો બહાર આવી ગયા અને પરપ્રાંતીય સામે ઉશ્કરાયેલા લોકોએ એની સામે હુમલા શરૂ કરી દીધા છે જેની સીધી અસર બીજા દિવસથી સાબરકાંઠાથી થયેલી હિંસાના ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદમાં પડઘા પડ્યા અને પરપ્રાંતીય લોકો ગુજરાત છોડીને જઈ રહ્યા છે.' 

More News


Gujarat


India