Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:46

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:58

ત્રણ જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં કરશે 800 કરોડનું રોકાણ

અમદાવાદ- ગુજરાત ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીનું હબ બનતુ જાય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન યુનિટ્સ શરુ કરી રહી છે. ત્યારે હવે ઓટોમોબાઈલના પાર્ટ્સ બનાવતી ત્રણ જાપાનીઝ કંપનીઓએ પણ ગુજરાતમાં તેમના મેન્યુફેકચરિંગ યુનિટ્સ સ્થાપવામાં રસ દાખવ્યો છે. ત્રણ જાપાનીઝ કંપનીઓમાં અસ્તિ કોર્પોરેશન, કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ અને મુરાકામી કોર્પોરેશને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 પહેલા સાણંદ અને માંડલ ઈન્ડસ્ટ્રિયલ ક્લસ્ટરમાં જમીન ખરીદી રહી છે. આ ત્રણેય કંપનીઓ ગુજરાતમાં 800 કરોડનું રોકાણ કરશે. કોઈટો મેન્યુફેક્ચરિંગ કંપની ભારતીય માર્કેટમાં પોતાનું કદ વિસ્તારવા માગે છે. અને તે ઈન્ડિયા જાપાન લાઈટિંગ પ્રાઈવેટ લિમિટેડ તરીકે સ્થાપવામાં આવશે. કંપની ઓટોમોટિવ લાઈટિંગ અને એક્સેસરિઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરશે. આ કંપની અમદાવાદથી 38 કિ,મી દૂર આવેલા સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં 70,000 સ્ક્વેર મીટર જમીન ખરીદશે, અને ઓગસ્ટ 2020 સુધીમાં પ્લાન શરુ થાય તેની શક્યતા છે. અન્ય બે કંપની અસ્તિ કોર્પોરેશન અને મુરાકામી કોર્પોરેશનને માંડલના ઈન્ડસ્ટ્રીય એસ્ટેટમાં જમીન ફાળવવામાં આવી છે, બંન્ને કંપનીઓ 100-100 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર અમદાવાદથી 86 કિ.મી દૂર આવેલ છે.

More News


Gujarat


India