Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:35

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:33:41

‘ડબલુ બાંધ્યું છે તો ડૂબશું નહીં’ કહેતાં CM પહેલા ‘ડબલું’ તો બાંધો

સંજય દવે. અમદાવાદ 

‘મિશન વિદ્યા’ રાજ્યની રૂપાણી સરકાર ‘ચિત્રિત’ નવતર કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સિત્તેર હજાર શિક્ષકો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સીધો સંવાદ થયો હતો, જેમાં શિક્ષણમંત્રી સહિત મંત્રીઓ સાથે રહ્યાં હતાં. રાજ્યની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને ‘વાંચતા-લખતાં’ કેમ ન આવડે જેવો સવાલ કરીને એકથી પાંચ સુધી અભ્યાસ કરીને ધોરણ છઠ્ઠામાં આવનાર બાળકને આગળ ધોરણ સાતમા જતાં પહેલાં વાંચન અને લેખન બાબતે સહેજ પણ કચાશ રહે નહીં, તેવું ‘કડક’ શબ્દોમાં શિક્ષકોને તેની જવાબદારી સોંપી અલક-મલકની અનેક વાતો કરી, પણ એક શબ્દ રાજ્યમાં હાલની સરકારી શાળાઓ અને તેની અવદશા, દુર્દશા તેમજ તેની ખૂટતી પાયાની કોઈ નાની સરખી સુવિધા બાબતે એક હરફ સુદ્ધા ઉચાર્યો નહીં અને ઉલટાનું શિક્ષકો ઉપર જવાબદારીનો ‘ટોપલો’ ચાણક્યના નામે ચાવી ચઢાવીને ગોઠવી દીધો.

સાહેબ આપે આપનાં અતિઉત્કૃષ્ટ ભાષણમાં શિક્ષકોને તેમની હક અને જવાબદારીની વાતો સમજાવી અનેક ઉદાહરણો આપ્યાં, માન્યું પણ તમે ભાષણ દરમ્યાન કહ્યું કે ‘નાના હતાં ત્યારે પાણીમાં તરવા શીખતાં ત્યારે ડાલડાના ડબલે અમારી પીઠ પાછળ વિશ્વાસ બાંધતા’ તો એવો ‘ડબલા’ વિશ્વાસ આપનાં રાજ્યની દરેક સરકારી શાળાઓના શિક્ષકોને પણ ‘સુવિધા’ના નામે પણ બાંધો અને પછી જુઓ પરિણામ, એવું રાજ્યનો દરેક શિક્ષક આપનાં રાજ્યની આવનારી પેઢીની આપનાં ચિંતા જનક, લાગણીસભર ભાષણ સાંભળી ચર્ચા કરી રહ્યો છે.

સાહેબ રાજ્યની સરકારી સ્કૂલોના બાળકોને ‘વાંચતા-લખતાં’ નથી આવડતું એવી મીડિયાના અહેવાલની સાચી હકીકત અને ફરિયાદથી આપ ઓચિંતા, સફાળા જાગી તો ગયા પણ ‘ખાટલે મોટી ખોટ’ જેવી કહેવતને પણ યાદ કરીને આવડા મોટા સમૃદ્ધ એવા ગુજરાત રાજ્યના ‘ધોરી-ધણી’ આપ મુખ્યમંત્રી એ તમામ શિક્ષકોને ખાલી આશ્વાસન રૂપે પણ તેમની સરકારી શાળાઓમાં પડતી અસુવિધા વિશે પણ થોડા ખચકાટ વગર અસલ અંદાજમાં કહ્યું હોત તો પણ રાજ્યની જનતાને અને સરકારી શાળાના શિક્ષકોને સમજાતું કે વિજય રૂપાણી અમને અમારો નબળા વિદ્યાર્થીઓને સબળા બનાવાનો ‘હક’ સમજાવે છે તો સાથે સાથે પોતાની એક સમજદાર, લાગણીશીલ મુખ્યમંત્રી તરીકેની ‘ફરજ’ પણ સમજે છે અને તેની બજવણી કરવા સક્ષમ છે.

બાકી ભર ચોમાસે પાણી નીતરતો, ગંદકી ખદબદતો કલાસ રૂમ, લાઈટ, પંખા અને બારી-બારણાં વગરની ખાલી સિમેન્ટ પથ્થરનાં ટેકે ઉભેલી રાજ્યની અનેક શાળાઓને ચમકાવી જોઈએ, જેમાં કમ્પ્યુટર, બ્લેક બોર્ડ, સુંદર પાટલીઓ અને કલરફુલ કલાસ રૂમ હોય એવો આગ્રહ રાખો તો અવશ્ય સમજી શકાય કે આપને ગુજરાતની આવનારી પેઢી એવા સરકારી શાળાનાં બાળકોની ચિંતા છે, બાકી ગમે તેવી ‘સૂફીયાણી’ સલાહ આપશો નહીં તોય શિક્ષકો તેમની ફરજ અને હક બંને પૂરે પુરા નિભાવશે તેનું ઉત્તમ ઉદાહરણ છે રાજ્યના આપ જેવા બાહોશ, કર્મશીલ, વિદ્વાન મુખ્યમંત્રી કે જેને સફળ CM તરીકે આખું રાજ્ય સલામ ઠોકે છે સાહેબ.

pic courtesy - CMO twitter

More News


Gujarat


India