Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:03

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-12 02:58:25

આ અર્બન નક્સલવાદીઓ તૈયાર કેવી રીતે થાય છે?

ગઇકાલે આપણે અર્બન નક્સલીઓને ઓળખવાની પદ્ધતિ જોઈ. આપણે જોયું કે એ લોકો આપણી આસપાસ જ કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. હવે આજે જાણીએ કે “આ તત્વો” કઈ ફૅક્ટરીમાં તૈયાર થાય છે?

અલકેશ પટેલ

28 ઑગસ્ટ, 2018ને મંગળવાર સવારથી ભારતના બુદ્ધિજીવીઓ અને વિદ્વાનો બે છાવણીમાં વહેંચાઈ ગયા છે. તેનું કારણ એ છે કે “અર્બન નક્સલ” નામની પ્રજાતિના કેટલાક પ્રતિનિધિ ઝડપાઈ ગયા છે. આ લોકોને હું “પ્રજાતિ” અથવા “તત્વો” તરીકે જ સંબોધીશ કેમ કે આતંકવાદીઓની જેમ જ આ લોકો પણ માન આપવાને લાયક નથી.

અર્બન નક્સલ તત્વો વિશે ઘણાને ખબર હશે, પરંતુ તમારામાંથી મોટાભાગના સામાન્ય નાગરિકો આ અર્બન નક્સલીઓ વિશે જાણતા નહીં હોવ. શક્ય છે હાલ તમે એ લોકોની ચુંગાલમાં આવી પણ ગયા હોવ અને તમને ખબર પણ ન હોય.

અર્બન નક્સલ પ્રજાતિના તત્વોને ઓળખવા કેવી રીતે..?

n  આ તત્વો મીઠાબોલા હોય છે. આ તત્વો પોતાની જાતને નાસ્તિક ગણાવતા હોય છે અને તમારા મનમાં પણ એવું ઘૂસાડવા પ્રયાસ કરતા હોય છે કે ધર્મ અને ધાર્મિક વિધિઓનો કોઈ અર્થ નથી. પરંતુ આ જ તત્વો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ નહીં બોલે. ઇસ્લામ અને ખ્રિસ્તીઓની દરેક ધાર્મિક માન્યતાઓને આ અર્બન નક્સલી તત્વો કાં તો ખુલ્લો અથવા મૌન ટેકો આપશે. પણ હિન્દુ ધર્મની દરેક બાબતની મજાક ઉડાવશે, હિન્દુ ધર્મની દરેક વિધિને અંધશ્રદ્ધા ગણાવશે.

n  આ તત્વો ઇતિહાસની વાત કરતી વખતે મોગલોના વખાણ કરશે, પરંતુ શિવાજી કે મહારાણા પ્રતાપને ઊતારી પાડશે.

n  આ અર્બન નક્સલીઓ કોઈ દિવસ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમની વાત નહીં કરે. અને જો તમે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમને ફાસીવાદી જાહેર કરી દેશે.

n  આ અર્બન નક્સલીઓને ઓળખાની સૌથી મોટી ચાવી એ છે કે આ તત્વો હંમેશાં - ગરીબ, દલિત, જાતિ, જ્ઞાતિ, મુસ્લિમ, લઘુમતી, માનવ અધિકાર, મહિલા અધિકાર – એવા એવા શબ્દો બોલીને સમાજને ભરમાવશે.

n  અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હંમેશાં ભારતની સરખામણીમાં પાકિસ્તાન, ચીન જેવા દેશોને મહાન ગણાવશે. આ તત્વો હંમેશાં ઇઝરાઇલને ધિક્કારશે.

n  તમારી આસપાસની જે વ્યક્તિ સ્ટાલિન કે લેનિન કે પછી માઓ ત્સે તુંગના વખાણ કરે પરંતુ હિટલરને ગાળો દે તો સમજી લેવું એ વ્યક્તિ અર્બન નક્સલી છે. સાચા વિદ્વાનો અને સાચા બુદ્ધિજીવીઓ માટે સ્ટાલિન, લેનિન કે હિટલર વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ નકલી વિદ્વાનો અને નકલી બુદ્ધિજીવીઓ – અર્થાત અર્બન નક્સલીઓ કોઈ દિવસ સ્ટાલિન, લેનિન અથવા માઓ ત્સે તુંગને માનવજાતના નિકંદન માટે કસુરવાર નહીં માને. માનવ ઇતિહાસના સૌથી મોટા સંહાર કરવા બદલ આ ચારેય સરખા જવાબદાર છે, તેમ છતાં અર્બન નક્સલીઓ માત્ર અને માત્ર હિટલર તરફ આંગળી ચીંધ્યા કરે છે, બાકીનાને પોતાના ઝભ્ભા નીચે સંતાડી દે છે..!

n  આ અર્બન નક્સલી તત્વોની સૌથી મોટી ઓળખ એ છે કે એ તત્વો આદિવાસી વિસ્તારોમાં સંતાઈને પોલીસ, સલામતી દળો તેમજ સરકારી અધિકારીઓ ઉપર હિંસક હુમલા કરતા અને મોટા પાયે જાનહાની કરતા નક્સલવાદીઓ-માઓવાદીઓનો બચાવ કરે છે... પરંતુ લાકડી લઈને શાખામાં જતા સંઘના કાર્યકરો કે પછી નાની-મોટી વાતે માત્ર નિવેદન કરી નાખતા બજરંગ દળ કે વીએચપીના કાર્યકરોને હિંસક ચીતરી નાખતા જરાય ખચકાતા નથી.

n  આ અર્બન નક્સલીઓને જંગલોમાં સંતાઈને દેશ વિરોધી હિંસક માનસિકતા ધરાવતા નક્સલવાદીઓ અને એ સાથે જ જમ્મુ-કાશ્મીર કે પછી દેશમાં અન્યત્ર સંતાઈ રહેલા કટ્ટરવાદી ઇસ્લામિક ત્રાસવાદીઓ પ્રત્યે ભારોભાર સહાનુભૂતિ હોય છે. અર્થાત અર્બન નક્સલ પ્રજાતિના તત્વો હિંસક નક્સલવાદીઓ તેમજ આતંકવાદીઓને ગુનેગાર માનતા નથી, પરંતુ એક સામાન્ય નાગરિક જો પોતાના વાહન ઉપર હનુમાનજીનું ચિત્ર દોરાવે અથવા હનુમાનજીના ચિત્ર વાળી ટીશર્ટ પહેરે તો તેમને હિંસક ગણાવી દેતા ખચકાતા નથી.સામાન્ય લોકો માટે અર્બન નક્સલીઓને ઓળખવાનું થોડું મુશ્કેલ છે. એ લોકો આપણી આસપાસ જ શિક્ષક, પ્રોફેસર, આચાર્ય, કવિ, લેખક, પત્રકાર, તંત્રી, નાટ્ય કે ફિલ્મ કલાકાર એવા કોઇપણ સ્વરૂપમાં હોઈ શકે છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય કે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતા આ લોકો નક્સલી કેવી રીતે બનતા હશે? અને તેમને નક્સલી બનાવનાર ફૅક્ટરી કઈ હશે?

વાસ્તવમાં આ અર્બન નક્સલીઓ કૉન્વેન્ટ સ્કૂલોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ નાટક અને ફિલ્મ સંસ્થાઓમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ લેખક મંડળોમાં તૈયાર થાય છે. આ અર્બન નક્સલીઓ કૉફી હાઉસ અને સોશિયલાઇટ ઇવેન્ટમાં તૈયાર થાય છે.

એ કેવી રીતે..?

કૉન્વેન્ટ સ્કૂલોમાં કથિત રીતે “સેક્યુલર શિક્ષણ” આપવામાં આવે છે. આ “સેક્યુલર શિક્ષણ” એટલે શું? સેક્યુલર શિક્ષણ એટલે વાસ્તવમાં હિન્દુત્વ વિરોધી શિક્ષણ. સેક્યુલર શિક્ષણ એટલે હિન્દુ સંસ્કૃતિ વિરોધી શિક્ષણ, સેક્યુલર શિક્ષણ એટલે ભારતીય પરંપરાઓ તેમજ ભારતીય તહેવારો અને ભારતીય ઉત્સવો વિરોધી શિક્ષણ.

કૉન્વેન્ટ સ્કૂલોના આ કથિત “સેક્યુલર શિક્ષણ”માં એક મૂળભૂત તફાવત એ હોય છે કે તેમાં છેતરપિંડીથી ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તી સંસ્કારો બાળકોના માનસમાં નાખવામાં આવે છે. એ સાથે ઇસ્લામનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઇસ્લામ વિશે કદી ટીકા કરવામાં આવતી નથી, એનું કારણ “ડર” છે – એ આપણે જાણીએ છીએ. (હિન્દુત્વ દ્વારા કોઈના માટે આવો ડર પેદા કરવામાં નથી આવ્યો, તેનાં પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ.)

આ પ્રક્રિયામાં ધીમે ધીમે હિન્દુ બાળકો પોતાના ધર્મ, સંસ્કૃતિ, તહેવારો અને ઉત્સવો પ્રત્યે મનોમન ઘૃણા કરવા લાગે છે અને ખ્રિસ્તી-ઇસ્લામ ધર્મો પ્રત્યે કૂણું વલણ દાખવવા લાગે છે. “બ્રેઇન વૉશિંગ”ની આ એક એવી પ્રક્રિયા છે જેમાં ધીમે ધીમે હિન્દુ બાળકોને પોતાના ધર્મ-સમાજની દરેક બાબતો ખોટી અને ખરાબ લાગવા માંડે છે.

ધીમે ધીમે તેનું પરિણામ એ આવે છે કે આ રીતે “બ્રેઇન વૉશ” થયેલી છોકરીઓ લવ જિહાદનો ભોગ બને છે, અને છોકરા હિન્દુત્વ પ્રત્યે નાસ્તિક બનીને કથિત રીતે સેક્યુલર બની જાય છે. અર્થાત એ લોકોને એવું લાગવા માંડે છે કે બીજા કોઈ ધર્મમાં કશું ખોટું નથી, જે કંઈ ખોટું કે ખરાબ છે તે માત્ર હિન્દુત્વમાં જ છે. (અહીં એક ખાસ સ્પષ્ટતા – કૉન્વેન્ટમાં ભણેલા અથવા ભણતા બધા સાથે આવું થાય છે એવું કહેવાનો કોઈ આશય નથી, પણ આ આખી પ્રક્રિયાની શરૂઆત કૉન્વેન્ટથી થાય છે એ નિશ્ચિત છે.)

કૉન્વેન્ટમાં બ્રેઇન વૉશને કારણે હતાશ થયેલા થોડા લોકો વિદેશી સાહિત્ય વાંચવા લાગે છે, વિદેશી ફિલ્મ – વિદેશી નાટક જોવા લાગે છે. તેમાંથી કેટલાક આગળ જઈને શિક્ષક, પ્રાધ્યાપક કે આચાર્ય બને છે. કેટલાક ફિલ્મ કે નાટકના કલાકાર બને છે. કોઈને કવિ કે લેખનનો સ્વાદ લાગે છે. પણ મૂળભૂત રીતે આ બધામાં “વિદેશી ડીએનએ” (DNA) ભળવા લાગે છે અને તેઓ મૂળ ભારતીયતાથી દૂર થાય છે.

ટૂંકમાં, અર્બન નક્સલવાદી વિચારધારા માટેની “રાસાયણિક પ્રક્રિયા” કૉન્વેન્ટ સ્કૂલમાં શરૂ થાય છે... એ પછી આગળ શું થાય છે? (ક્રમશઃ)...

More News


Gujarat


India