Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:15

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:22:36

"સાબ ,ઝંડા નહીં બીકા, ભૂખ લગી હૈ...., ઝંડા ખરીદો યા ખાના ખિલાઓ"..!!

સંજય દવે. અમદાવાદ 

આઝાદ ભારતના બોત્તેર વરહે "પેટ" ભરાય તેટલોય વિકાસ નથી થયો,અને "ચાપલુસી"ના ચકરાવે ચડ્યો છે આખોય દેશ,મીડિયા માધ્યમ પણ બાકી રહ્યું નથી...!!

દેશને વધુ અને વધુ કંગાળ કરતા "કરતબ બાજો" ને સજા કોણ અને ક્યારે કરશે એતો આવનારો સમય જોવો રહ્યોં...!!

એકપણ માસૂમ બાળકનું પેટ ખાલી નહિ હોય ત્યારે ખરા અર્થમાં દેશ આઝાદ થયો ગણાશે,

આઝાદીનું ગૌરવ લેવું ત્યારે કદાચ યોગ્ય ગણાશે...!!

"સાબ,ભૂખ લાગી હૈ,ખાના ખિલાઓ....,

યાતો ફિર ઇસ એક "ઝંડે" કો ખરીદો"...!!

ફૂટપાથ પાસે ઉભેલા માસૂમ બાળકના નિર્દોષ શબ્દો કાને પડતા મારું ધ્યાન "એન્ડ્રોઇડ" મોબાઈલ માંથી થોડું હટીને "ભૂખ" માટે ભટકતા બાળકો ઉપર પડ્યું,

હાથમાં "તિરંગા" ઉંચકીને વેચવા નીકળેલા ત્રણ બાળકો, વિજય,

નરેન્દ્ર,

અને લાલો,

આ ત્રણેય બાળકો માટે આજે પણ આઝાદીના બોત્તેર વર્ષ પછી "ભૂખ"નો વિકલ્પ એટલે "ભીખ" હતો,

ભારત દેશના નૅશનલ ફ્લેગના પ્રતીકને ખુલ્લા બજારમાં વેચવા નીકળેલા માસુમો ને મન તેની અસલી કિંમત ફક્ત એક "મસ્કાબન" અને સો ગ્રામ "ભજીયા"ની એક ડીશ થી વધારે સમજવી અશક્ય હતી, 

અને કદાચ આમ જુઓ તો જરૂરી પણ નહોતી...!!

થોડાક દિવસોથી ટીવીમાં એક જાહેરાત આવેછે,નાનું બાળક પોતાની માઁ ને સવાલ કરે છે કે ..,

"માઁ હમારી આઝાદી કી લડાઈ કિતને સાલ તક ચલીથી"....?

બાળકની માઁ જવાબ આપતાં કહેછે કે ...,

"બેટા આઝાદી કી લડાઈ તો અભીતક ચાલુ હૈ"...!!

વીસ, બાવીસ સેકન્ડની આ જાહેરાત છે બાબા રામદેવ આયોજિત "પતંજલિ"ની,જેમાં વિદેશી ચીજ સામે આઝાદી મેળવવી હોય તો "બાબા"ની "પતંજલિ" જેનું પ્રોડકશન કરતી હોય તેવીજ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો અને દેશપ્રેમી હોવાનો ગર્વ અનુભવો...!!

15 ઓગસ્ટ આવેછે,

ઠેર ઠેર તિરંગો વેચાય છે ક્યાંક શાન બનીને તો ક્યાંક સ્વમાન બનીને,પણ ઝંડો વેંચતા આ ભૂલકાઓ માંટે તો ફક્ત બે પૈસા રળી આપતો "ઝંડો" સિવાય બીજી કોઈ ખબર નથી પડતી કે તેને મન નથી કોઈ કિંમત...!

પંદરમી ઓગષ્ટ એટલે હવે દેશની લાચારી ઉપર 

બે મિનિટ "રડવા" માટેનો શુભ દિવસ,

આઝાદીનો "ઝંડો" ઊંચકી તેંના વખાણ કરતા નેતાઓ છાતી ફુલાવી ગર્વ કરશે,ખૂબ મોટા,મોટા ભાષણો કરીને ટીવીના અને અખબારના માલિકોને પોતાની વાહવાઈ કરવા માટે ખૂબ ઊંચા દામ આપી ખરીદી લેશે, 

અને તે દિવસે દેશની આબરૂ છતી થાય તેવા "માયુસ" કોઈ સમાચાર નહીં ચાલવા દે..!!

ફક્ત આઝાદીનો "જૂઠો" જશ્ન મનાવાશે,

દુઃખ દર્દ ભૂલી "વિકાસ"ની રોકેટ ગતિનો ગરવો ચિતાર રજૂ કરાશે,

આનંદ અને ઉત્સવ ઉજવાશે...!!

સામાન્ય ભારતીય પોતાની ઓફિસ,ઘર અને ગાડી ઉપર નૅશનલ ફ્લેગના પ્રતિકને લગાડી "આઝાદ" હોવાનો એક દિવસીયો "ઉત્સવ" મનાવશે,ત્યારે આ બધાયની વચ્ચે આ માસૂમ ત્રણ "ઇન્ડિયન ઈડિયટ" ભૂલકાઓ જેવા બાળકોને મન તો ખરી આઝાદી તેના પેટમાં પડેલાં ખાડાને પુરાવા માંટે માથે ઉપાડીને નીકળેલા પંદર ઓગસ્ટના પ્રતિક એવા આ "ઝંડાઓ" વેચાઇ જાય એ સાચી પંદરમી ઓગષ્ટ છે,અને જ્યારે આખો દિવસ ભૂખ્યા પેટે રાત્રે જ્યારે પોતાના માથે ઉપાડેલા "ઝંડા" વધેલા જોશે ત્યારે એ માસૂમ બાળકો આઝાદી અને પંદરમી ઓગષ્ટ વિશે શું વિચારશે તેતો કોઈ એ ભૂલકાઓ ને જઈને પૂછે તો ખબર પડે.....!!

દેશ અને રાજ્યોની ઘણી સંખ્યામાં ટાળવળતી જનતા છે કે જેને મન બેન્ક ખાતામાં આવવાના "પંદર લાખ" કરતા ફક્ત રોજ એક ટાઈમ ભરપેટ "રોટી" વધારે મહત્વની છે,તેમની આંખો નાલાયકી થી નહીં પણ નાદાનીથી ભરેલી છે.

છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં કોઈને પણ તકલીફ નથી, રોજગાર,વેપાર ધંધા,ઉદ્યોગ પાણી,રોડ-રસ્તા,સ્કૂલ, કોલેજો,અદ્યતન અસ્પતાલો (પ્રાઇવેટ) પુર જોશમાં વિકાસ કરી રહયાં છે,અને તમામ ગુજરાતીઓ ને લીલા લહેર છે, કારણ કે ગુજરાતમાં વીસ વર્ષથી ગુજરાત ને સાંપડ્યું બીજેપીનું "રાજ" છે એટલે આવું હશે એવું માનવું એ આજકાલ "રાષ્ટ્રપ્રેમ" ગણાય છે નહીં તો "રાષ્ટ્રદ્રોહ"....!!?

કોંગ્રેસનું ક્યાંય નામો-નિશાન ગુજરાતની જાગૃત/સમજદાર જનતાએ ક્યાંય રહેવા દીધું નથી એવું કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે ગુજરાતની 182 વિધાનસભા સીટ માંથી 57 જેટલી તો કોંગ્રેસ જીતી સકતું હતું જેને 2017 વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસને 80 સીટો ઉપર જીત મળશે તેવું ગુજરાતની જાગૃત જનતા કે મોટા મોટા રાજકીય વિશ્લેષકો માંટે પણ ધારવું અને સમજવું ઘણું મુશ્કેલ ભર્યું હતું...!!

ત્રીજી કોઈ રાજકીય પાર્ટી ગુજરાતની જનતાએ ક્યારેય સ્વીકારી નથી ,કદાચ મહાત્મા ગાંધીએ કહેલું કે "એક ગાલે થપ્પડ પડે તો બીજો ગાલ ધરવાનું" તો ત્રીજો "ગાલ" ક્યાંથી લાવવો તેની ચિંતાને કારણે રાજ્યની જનતા ત્રીજી પાર્ટીને મોકો આપવાના મુડમાં નહીં હોય તેવું સમજવું રહ્યું, તેમજ "બાપુ" શબ્દની ઈજ્જત કરવી ગુજરાતની જનતા અને ગુજરાતી રાજકીય પાર્ટીઓને આદત પડી ગઈ છે તેવું કહેવું વધારે યોગ્ય રહેશે, પછી એ "બાપુ" મહાત્મા હોય કે હોય "શંકર"....!!!

પણ દુઃખ તો ત્યારે લાગેછે જ્યારે ગુજરાતની લગભગ 6 કરોડથી વધુની આબાદી વચ્ચે આવા અનેક નિસહાય કુટુંબના "ભૂલકાઓ" જ્યારે પેટભરીને બેઠેલી અસંખ્ય NGO વચ્ચે "ભૂખ" માટે સાવ અજાણ્યા સામે હાથ ફેલાવે છે ત્યારે, 

શરમ-સંકોચ ખોઈ ચૂકેલા બાળકો જ્યારે બે ટંક પોતાનું પેટ ભરીને હસતું-રમતું અક્ષરજ્ઞાન લેવા સ્કૂલે જતું હશે ત્યારે મારા જેવા પત્રકારો સમેત તમામ દેશ વાસીઓ માંટે "વિકાસ" અને "વિકાસ-મોડેલ" નો ઢોલ પીટવો યથાર્થ ઠર્યો ગણાય....!!

 

ખરી આઝાદી મળી કહેવાય,

બાકીતો

"ઝૂમલા"ના ભાર તળે ભૂલકાઓ પીસાયા કહેવાય,

આવી પરિસ્થિતિમાં ખોટા બણગાં ફૂંકવા બંધ કરવા જોઈએ એમાં આબરૂ વધે ઘટે કઈ નહીં...!

આઝાદી નિર્દોષ,માસૂમ મોતથી....,

આઝાદી ભૂખી,નાગી, લાચારી થી...,

આઝાદી અપમાનો,જૂઠા વચનો થી....,

આઝાદી બુરે,ભ્રષ્ટ દિનો થી...!!

જય હિન્દ,

જય,જય ગરવી ગુજરાત,

(फोटो-संजय दवे)

 

More News


Gujarat


India