Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:36

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 15:59:21

સૂરમાના બોક્સ ઓફિસ કલેક્શનમાં ઉછાળો

સંદીપ સિંહની બાયોપિક ફિલ્મ ‘સૂરમાં’ના બોક્સ ઓફિસ કલેક્શનમાં શનિવારે જોરદાર ઉછાળ જોવા મળ્યો છે. ફિલ્મે બિઝનેસમાં 57.81 પ્રતિશતનો ઉછાળ આયો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આશા છે કે ફિલ્મનો બિઝનેસ રવિવારે વધુ સારો રહેશે અને આંકડા પહેલા કરતા સારા હશે. ફિલ્મે પહેલા દિવસે 3 કરોડ 20 લાખ રૂપિયાની કમાણી કરી છે અને બીજા દિવસે 5 કરોડ 5 લાખ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું અત્યાર સુધીનું કુલ બિઝનેસ 8 કરોડ 25 લાખ રૂપિયા થઇ ચુક્યું છે. તરણે ફિલ્મના આંકડા શેર કરતા લખ્યું, બીજા દિવસે UPWARD TREND દેખવા મળ્યું. હકારાત્મક વર્ડ ટુ માઉથનું રિફ્લેક્શન બોક્સ ઓફિસ પર જોવા મળ્યું છે. જ્યારે ત્રીજા દિવસે ફિલ્મે 13.85 કરોડ કમાણી કરી છે. 

Film Review 

વાર્તા શરૂ થાય છે 1994ના શાહાબાદથી જેને દેશની હૉકીની રાજધાની માનવામાં આવે છે. આ એક નાનકડું શહેર છે જ્યાંના મોટાભાગના લોકોનું સપનું ભારતીય હૉકી ટીમનો હિસ્સો બનવાનું છે. લગભગ તમામ બાળકો, પછી તે છોકરી હોય કે છોકરો આ સપનું મુઠ્ઠીમાં ભરવાની સ્પર્ધામાં શામેલ છે.યુવા સંદીપ સિંહ (દિલજીત દોસાંઝ) પણ આ લોકો પૈકીનો જ એક છે, પણ સ્ટ્રિક્ટ કોચના કારણે તેની હિંમત જવાબ આપી જાય છે પણ તે હૉકી રમવાનું છોડી દે છે. ટીનેજ સુધી તેની જિંદગીમાંથી હૉકી ગાયબ થઈ જાય છે પણ પછી તેની જિંદગીમાં હરપ્રીત (તાપસી પન્નૂ)ની એન્ટ્રી થાય છે અને સંદીપ તેના પ્રેમમાં પડી જાય છે. હરપ્રીત ફરી એકવાર સંદીપની અંદર હૉકી માટેનું ઝનૂન પેદા કરે છે અને તેને આગળ વધતા રહેવા માટે પ્રેરિત કરતી રહે છે. આનાથી ફરી એકવાર સંદીપ માટે હૉકી પ્લેયર બનવું તેની જિંદગીનો ઉદેશ્ય બની જાય છે.લેખક-નિર્દેશક શાદ અલીએ ફિલ્મના ફર્સ્ટ હાફમાં સંદીપની હૉકી પ્લેયર બનવાની વાર્તા દેખાડી છે, જોકે, આમાં તેમણે કસબાના નાની-નાની મૉમેન્ટ્સ અને લીડ પેરના રોમાન્સ જોડીને વાર્તા કંટાળાજનક બનવા દીધી નથી. ઈન્ટરવલ પહેલા વાર્તા સીરિયસ વળાંક લે છે, જે તમને ભાવુક કરી દેશે. ‘ઉડતા પંજાબ’માં દિલજીતની એક્ટિંગને વખાણવામાં આવી હતી પણ ‘સૂરમા’માં તેણે જે અભિનય કર્યો છે તે શાનદાર છે. તે પોતાના પાત્રના દરેક ભાવ અને મૉમેન્ટને જીવંત રાખે છે. ફિલ્મમાં તેની હૉકીની સ્કિલ્સ પણ પ્રશંસનીય છે, પણ જે રીતે તેણે પાત્રને સમજ્યું અને ભજવ્યું તે દિલ જીતી લે છે. તાપસી પન્નૂ હંમેશાની જેમ એક્ટિંગ બાબતે પોતાનું બેસ્ટ આપતી દેખાઈ પણ તેનું પાત્ર ફિલ્મના ટ્રેકને સ્લૉ કરે છે. સપોર્ટિંગ કાસ્ટના રૂપમાં અંગદ બેદી જેણે દિલજીતના મોટાભાઈનો રોલ કર્યો છે, શાનદાર એક્ટિંગ કરે છે. તેણે પણ પોતાના પાત્રને ખૂબ સારી રીતે પડદા પર ભજવ્યું છે. નેશનલ હૉકી ટીમના કેપ્ટન, અર્જુન એવોર્ડ વિનર અને એક વ્યક્તિ જેને ભૂલથી ગોળી મારી દેવાઈ અને ત્યારબાદ પણ કમબેક કર્યું, તેની વાર્તા બાયોપિક રૂપે પડદા પર ઉતારવાના ઘણા ફાયદા છે. જોકે, શાદ અલીએ જે રીતે વાર્તા રજૂ કરી છે તેમાં સિનેમા માટે જરૂરી ડ્રામા અને સૉલિડ સબજેક્ટ મિસિંગ દેખાય છે. ફિલ્મમાં હૉકી સાથે જોડાયેલા ઘણા સીન છે પણ તેમાનો એકેય તમને થ્રિલ નહીં અપાવે.

review by iamgujarat.com

More News


Gujarat


India