Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:29

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 00:56:06

સોનમ કપૂરની મહેંદીની રસમ પૂર્ણ, અનેક સેલીબ્રિટીએ રહ્યા હાજર

બોલિવૂડ સોનમ કપૂરની મહેંદી સેરેમની છ મેના રોજ યોજાઈ ગઈ હતી. સોનમ કપૂર પોતાની મહેંદી સેરેમનીમાં ઘણી જ ખુશ દેખાતી હતી. સોશ્યિલ મીડિયામાં સોનમ કપૂરની મહેંદી સેરેમનીની અનેક તસવીરો વાયરલ થઈ છે. અનિલ કપૂરના ઘરે મહેંદી સેરેમની યોજાઈ હતી. દુલ્હન સોનમે પોતાના હાથમાં પતિના નામની મહેંદી મૂકાવી હતી. કઝિન સિસ્ટર્સ પણ મહેંદી મૂકાવતા જોવા મળ્યાં હતાં. અનિલ કપૂરના મોમ નિર્મલા કપૂરે પણ પોતાના હાથમાં મહેંદી મૂકાવી હતી.  સોનમ કપૂરની મહેંદી સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર કરન જોહર, અબુ જાની-સંદિપ ખોસલા, સંયુક્તા નાયર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

 

More News


Gujarat


India