Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:49

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 18:53:31

આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘બધાઇ હો’એ યુ-ટ્યુબ પર મચાવી ધૂમ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

આયુષ્માન ખુરાના હંમેશા પોતાની એક્ટિંગને માટે જાણીતો છે. પરંતુ એક બાબત પણ માનવી જ પડે કે એક્ટિંગનની સાથે તેની ફિલ્મો સમાજના કંઇક અલગ જ પ્રકારના મુદ્દાઓ પર બનેલી હોય છે. આથી જ તો તેની લો બજેટ ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. તેની આગામી ફિલ્મ ‘બધાઇ હો’નું ટ્રેઇલર લોન્ચ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આયુષ્માન ખુરાના અને સનાયા મલ્હોત્રાની ફિલ્મ આવી રહી છે ‘બધાઇ હો’. ફિલ્મમાં ગજરાજ રાવ અને નિના ગુપ્તાની પેર બતાવવામાં આવી છે. તો સુરેખા શીકરી દાદીનાં રોલમાં છે.

આયુષ્માન ખુરાના તેનાં માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન છે. કારણ કે તેની માતા અચાનક જ ગર્ભવતી થઇ જાય છે. જે બાદ સમાજ અને આસ-પાડોસનાં લોકોનાં ટોન્ટ અને આટલા મોટા બાળકો હોવાને કારણે તેઓ કેવી પરિસ્થિતિમાં મુકાય છે તેની હળવી કોમેડી ફિલ્મ છે. 

આ ફિલ્મનો મુદ્દો તમે ક્યારેય ન વિચાર્યો હોય તેવો છે. માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન આયુષ્માન શું કરે છે અને શું છે ફિલ્મમાં ખાસ તે જોવા માટે 19 ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. હાલ યુ-ટ્યુબ પર 8 મિલિયનથી વધારે લોકો તેનું ટ્રેઇલર નિહાળી ચૂક્યા છે. 

 

More News


Gujarat


India