Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:28

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 03:28:05

સલમાને નમતું જોખ્યું, લવ"રાત્રી" નહીં, લવયાત્રી નામ કર્યું

મુંબઈ-સુપર સ્ટાર સલમાન ખાને આખરે લોકલાગણી સમક્ષ નમતું જોખીને પોતાની આગામી ફિલ્મ લવ રાત્રિનું નામ બદલાવીને લવ યાત્રી કર્યું હોવાની માહિતી મળી હતી. કેટલીક હિન્દુવાદી કહેવાતી સંસ્થાઓએ કોર્ટમાં ધા નાખી હતી કે નવરાત્રિ દરમિયાન રજૂ થનારી સલમાન ખાનની ફિલ્મ હિન્દુ લોકોની લાગણી દૂભાવે છે કારણ કે લવ રાત્રિ અને નવ રાત્રિ શબ્દો એકબીજાની ખૂબ નિકટ છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાનના બનેવી આયુષ શર્મા અભિનય ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. વિરોધ શરૃ થયો ત્યારે શરૃ શરૃમાં સલમાન ખાને અક્કડ વલણ દેખાડયું હતું. પરંતુ હવે ફિલ્મ રજૂઆતને આરે છે અને એક કરતાં વધુ રાજ્યોની કોર્ટમાં આ અંગે ફરિયાદો દાખલ થઇ છે એ હકીકત ધ્યાનમાં રાખીને સલમાન ખાને દૂરંદેશી દેખાડતાં લવરાત્રિનું ટાઇટલ બદલાવીને લવ યાત્રી કર્યું હતું. જો કે આ ટાઇટલ પણ વિરોધ સર્જે એવું તો છે. પરંતુ સલમાને એક પગલું નમતું રાખીને લોકોની લાગણી જીતવાનો પ્રયત્ન કર્યો છે એમ કહી શકાય. ખુદ સલમાને ટ્વીટર મૂકેલી નોંધ મુજબ લોકલાગણીને માન આપીને એણે આ ટાઇટલ બદલાવ્યું હોવાનો દાવો કર્યો હતો.

More News


Gujarat


India