Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:12

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:26:26

ટાઇગરને પછાડ્યો સંજુએ, સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં ચોથા ક્રમે

રણબીર કપૂરે બૉક્સ-ઑફિસ પર સલમાન ખાનને પાછળ છોડી દીધો છે. સંજય દત્તની બાયોપિક ‘સંજુ’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો છે અને એણે સલમાનની ‘ટાઇગર ઝિંદા હૈ’ના બિઝનેસનો આંકડો પાર કરી દીધો છે. ‘સંજુ’ અત્યાર સુધીની બૉલીવુડમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મોમાં ચોથા ક્રમે છે. ‘ટાઇગર ઝિંદા હૈ’ ૨૦૧૭ની ક્રિસમસ પર રિલીઝ થઈ હતી, જ્યારે ‘સંજુ’ હૉલિડે પર રિલીઝ નહોતી થઈ. ‘ટાઇગર ઝિંદા હૈ’નો લાઇફ-ટાઇમ બિઝનેસ ૩૩૯.૧૬ કરોડ રૂપિયા છે. ‘સંજુ’એ ૩૧ દિવસમાં આ બિઝનેસનો આંકડો પાર કરીને અત્યાર સુધીમાં ૩૩૯.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૨૦૨.૫૧ કરોડ, બીજા અઠવાડિયામાં ૯૨.૬૭ કરોડ, ત્રીજા અઠવાડિયામાં ૩૧.૬૨ કરોડ અને ચોથા અઠવાડિયામાં ૧૦.૪૮ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પાંચમા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે શુક્રવારે ૪૫ લાખ, શનિવારે ૮૭ લાખ અને રવિવારે ૧.૧૫ કરોડની સાથે ટોટલ ૩૩૯.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘સંજુ’ હવે બહુ જલદી આમિર ખાનની ‘pk’નો આંકડો પણ ક્રૉસ કરશે એવું લાગી રહ્યું છે. ‘pk’નો લાઇફ-ટાઇમ બિઝનેસ ૩૪૦.૮૦ કરોડ રૂપિયા છે. આ આંકડો પાર કરવા માટે ‘સંજુ’ને હવે ફક્ત ૧.૦૫ કરોડ રૂપિયાના બિઝનેસની જરૂર છે.

More News


Gujarat


India