Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:55

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 16:38:44

VIDEO : સલમાન ખાને રિલીઝ કર્યું 'Race 3'નું Trailer

નવી દિલ્હી : સલમાન ખાન, જેકલિન ફર્નાન્ડિસ જેવા સ્ટાર્સને ચમકાવતી 'રેસ 3'નું ટ્રેલર અંતે રિલીઝ થઈ ગયું છે. ડિરેક્ટર રેમો ડિસુઝાની આ ફિલ્મમાં સલમાન ખાનનો અલજ અલગ લુક જોવા મળે છે. આ મલ્ટિસ્ટારર ફિલ્મમાં સલમાન ગજબના એક્શન દ્રશ્યો કરતો નજરે ચડે છે. આ ફિલ્મના ટ્રેલરમાં લાંબા સમય પછી બોબી દેઓલ પણ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો. ફિલ્મના ટ્રેલરમાં સલમાન અને બોબી બંનેના રોલ દમદાર જણાઈ રહ્યા છે. પ્રોડ્યુસર રમેશ તૌરાનીની આ ફિલ્મમાં જેકલિન ફર્નાન્ડિસ અને ડેઇઝી શાહ બોલ્ડ લુકમાં જોવા મળશે. સલમાને પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા પહેલાં ચાહકો સાથે બહુ મસ્તી કરી હતી. હવે આ ફિલ્મ 15 જૂને રિલીઝ થશે અને ચાહકો ભારે આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

આ 'રેસ' ફ્રેન્ચાઇઝીની પહેલી બે ફિલ્મોમાં સૈફ અલી ખાન લિડિંગ રોલમાં હતો પણ હવે 'રેસ 3'માં પહેલીવાર સલમાન ખાન જોવા મળશે. સલમાનની અપકમિંગ ફિલ્મ 'રેસ-3'માં તે સિંકદર નામનાં પાત્રમાં નજર આવશે. ફિલ્મમાં તેનાં લૂકનો પહેલું પોસ્ટર જાહેર થયું હતું જેમાં તે તદ્દન અલગ જ અંદાજમાં નજર આવે છે. આંખે કાળા ચશ્મા અને હાથમાં બંદૂક સાથે સિકંદર જાણે કોઇ મિશન પર હોય તેમ લાગે છે.

More News


Gujarat


India