Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:58:15

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 01:13:28

રણબીર અને આલિયા વચ્ચે અફેરની ચર્ચા !

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા થોડા સમયથી ચાલી રહી છે. જ્યારથી બંનેએ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ શરૂ કર્યું ત્યારથી બંનેના લિંક અપની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં જ રણબીરે આલિયા સાથે પોતાના રિલેશનશીપને કન્ફર્મ કરી છે. પરંતુ રણબીરના કન્ફર્મ કરતાં પહેલા તેની એક્સ ગર્લફ્રેંડની આ અંગે જાણ હતી.રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેંડ દીપિકા પદુકોણને પહેલાથી જ જાણ હતી કે રણબીર અને આલિયાનું અફેર ચાલી રહ્યું છે. એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે રણબીરે પોતાની મમ્મી નીતૂ કપૂર અને દીપિકા પાદુકોણને આલિયા સાથે પોતાની રિલેશનશીપ અંગે પહેલાં જ જણાવી દીધું હતું.

વેબસાઈટના સૂત્રોના મતે, રણબીર અને દીપિકા હજુ પણ ગાઢ મિત્રો છે. અને એકબીજા સાથે સિક્રેટ્સ શેર કરે છે. રણબીરે દીપિકાને આ વિશે જણાવ્યું ત્યારે દીપિકા ખૂબ ખુશ થઈ હતી. એક્સ કપલ્સ વચ્ચે આવી દોસ્તી ભાગ્યે જ જોવા મળે છે.

More News


Gujarat


India