Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:46

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 22:08:56

‘સંજૂ’ના ટીઝર પર ઋષી અને નીતુ કપૂરનું હટકે રિએક્શન

સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજૂનું ટીઝર આવી ગયું છે અને વિવિધ લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. જોકે સંજૂનું પાત્ર નિભાવનાર રણબીર કપૂરના પિતાનુંં રિએક્શન માત્ર એક જ શબ્દમાં આવ્યું છે. રણબીરના પિતા ઋષી કપૂરે ટ્વિટર પર ઇન્ટરેસ્ટિંગ લખીને જ રિએક્શન આપ્યું છે. 

ઋષિ કપૂરે ફિલ્મનું 45 સેકંડનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરતાં માત્ર એક શબ્દમાં ટીઝરની પ્રશંસા કરી છે. ઋષિએ લખ્યું કે, Interesting. રણબીરના પિતા ઋષિની કમેન્ટ ઘણી જ મહત્વ ધરાવે છે કારણકે તેઓ હંમેશા બેધડક ટિપ્પણી કરવા માટે જાણીતાં છે. રણબીરની ‘જગ્ગા જાસૂસ’ જોઈને ઋષિ રણબીરથી નારાજ થયા હતા. તેમને રણબીરની એક્ટિંગ ગમી હતી પરંતુ ફિલ્મનું ડાયરેક્શન પસંદ નહોતું આવ્યું.‘સંજૂ’ના ટીઝરને મા નીતૂ કપૂરે ઉત્તમ ગણાવ્યું છે. સાથે લખ્યું કે તે ફિલ્મ રિલીઝ થવાની રાહ નથી જોઈ શકતી. તો રણબીરની બહેન રિધિમાએ કહ્યું કે ફિલ્મની આતુરતાથી રાહ જોઉં છું.

સંજૂ’માં સંજય દત્તના પિતાનો રોલ કરનારા પરેશ રાવલે રણબીરની પ્રશંસા કરતાં રણબીરને દુર્લભ ટેલેંટ ગણાવ્યો. સંજય દત્તની બાયોપિક પર અનુરાગ કશ્યપ સહિત ઘણા દિગ્ગજોએ ફિલ્મના ટીઝરને વખાણ્યું છે. સંજય દત્તના પાત્રમાં રણબીર કપૂરે જે રીતે પોતાને ઢાળ્યો છે તે આશ્ચર્યજનક છે. 29 જૂને ‘સંજૂ’ રિલીઝ થશે.

More News


Gujarat


India