Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:18

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:12:26

‘નમસ્તે ઈંગ્લેન્ડ’ ફિલ્મના પોસ્ટરમાં ભારતનો ખોટો નકશો બતાવાયો

મુંબઈ - 

નિર્માતાઓએ બહુ હોંશે હોંશે ગઈ કાલે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું, પણ ટ્વિટર સહિત સોશિયલ મિડિયા વેબસાઈટ્સ પર લોકોએ એમાંની ભૂલ પકડી પાડી હતી અને નિર્માતાઓને માથે માછલાં ધોયાં હતાં. એ પોસ્ટરમાં ભારતના નકશામાં જમ્મુ અને કશ્મીરના વિસ્તાર અક્સાઈ ચીન ગાયબ હતો. જેવું સોશિયલ મિડિયાનાં યૂઝર્સનું એની પર ધ્યાન ગયું કે તરત જ ટીકાની ઝડી વરસવાનું શરૂ થઈ ગયું હતું. નિર્માતાઓને તરત જ એ પોસ્ટર બદલવાની ફરજ પડી હતી. રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ 19 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

More News


Gujarat


India