Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:58:04

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 01:04:08

માધુરીએ રાજકુમાર હિરાનીને ફોન કરી ફિલ્મ સંજુમાંથી પોતાના સીન હટાવડાવ્યા

સંજય દત્તની બાયોપિક સંજુમાં તેની જિંદગીના અનેક વિવાદાસ્પદ પહેલુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ અભિનેત્રીઓ સાથેના સંબંધો વિશે પણ વાત કરવામાં આવી છે. આવી જ બાબતોમાંની એક છે માધુરી અને સંજય દત્તના સંબંધો. ફિલ્મમાં સંજુની લાઈફનો મહત્વનો ભાગ રહેલી માધુરી દીક્ષિતની વાર્તા પર પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.ફિલ્મમાં બિગ બૉસ ફેમ કરિશ્મા તન્ના માધુરી દીક્ષિતનો રોલ પ્લે કરી રહી છે પણ શૉકિંગ વાત એ છે કે, આખા ટ્રેલરમાં કરિશ્માને દેખાડવામાં આવી નથી.જોકે, સાંભળવા મળી રહ્યું છે કે, ફિલ્મમાં માધુરીની વાર્તા જોવા નહીં મળે. ફિલ્મમાં માધુરી-સંજયના રિલેશનવાળા પાર્ટ વિશે માધુરીએ જાણ્યું કે, તેમણે ‘સંજૂ’ના મેકર્સને ફોન કરી ફાઈનલ એડિટમાંથી માધુરીના સીન્સ હટાવડાવી દીધા.

જાણવા મળ્યું છે કે, રાજકુમાર હીરાનીએ એક સીન શૂટ કર્યો હતો જેમાં અરેસ્ટ થયા બાદ સંજય(રણબીર) માધુરી(કરિશ્મા)ને ફોન કરે પણ તે ફોન ઉઠાવતી નથી. તેની મા ફોન ઉઠાવીને કહે છે કે, માધુરી ઘરે નથી અને તે સંજય સાથે કોઈ સાથે સંબંધ રાખવા માગતી નથી. આમ, તો કહેવાય છે કે, માધુરીના માતા-પિતા સંજય દત્તને પસંદ કરતા નહોતા. તે નહોતા ઈચ્છતા કે તેમની પુત્રી પહેલેથી પરિણીત અને એક બાળકના પિતા સાથે લગ્ન કરે.

More News


Gujarat


India