Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:40

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:14:24

‘વીરે દી વેડિંગ’ની સફળતા, કરીનાએ સાઇનિંગ અમાઉન્ટમાં કર્યો વધારો

મુંબઇ -  હિરોઇનો પરણી જાય એ પછી તેઓ હિટ ફિલ્મો આપી શકતી નથી એવી માન્યતાને કરીના કપૂર ખાને ‘વીરે દી વેડિંગ’ની સફળતાથી ખોટી પાડી છે. હવે કરીનાએ તેની ફીમાં પણ આશરે ૫૦ ટકાનો વધારો કરી દીધો છે. કરીના કપૂર ખાન પાસે હવે કરણ જોહર પ્રોડક્શનની એક ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ છે અને બીજા બે મેજર પ્રોજેક્ટ વિશે વાત ચાલી રહી છે. આમ લગ્ન અને એક બાળક થયા બાદ પણ કરીના કપૂરની ડિમાન્ડ વધી છે. વળી ‘વીરે દી વેડિંગ’ની સફળતાથી તેને ફી વધારવાનો મોકો મળ્યો છે.

‘વીરે દી વેડિંગ’ આમ તો ચાર છોકરીઓની આગળપાછળ ફરતી વાર્તા છે. જોકે સફળતા માટે કરીના કપૂર ખાનને જ ક્રેડિટ આપી શકાય એમ છે, કારણ કે તે એક સ્ટાર છે. ‘વીરે દી વેડિંગ’ માટે કરીના કપૂર ખાને આશરે ૭ કરોડ રૂપિયા ફી લીધી હતી, પણ આગામી ફિલ્મ માટે તેણે ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની માગણી કરી છે.

More News


Gujarat


India