Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:54

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-15 11:30:03

કપિલ શર્મા કરશે કમબેક, આઇડીયા અને પ્લાનિંગ પર કામ શરૂ કર્યું

ફિયાન્સે ગિન્ની સાથે ગ્રીસમાં વેકેશન માણ્યા બાદ હવે કૉમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં ફરી એકવાર ટીવી પર કમબેક કરવાનો છે. કપિલનો શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ એપ્રિલમાં સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે બંધ કરી દેવાયો હતો. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપિલ ફરી એકવાર કમબેક કરવા માટે પૂરી રીતે તૈયાર છે.જણાવાઈ રહ્યું છે કે, ટીવી પર કમબેક કરતા કૉમેડિયન પોતાનું વજન ઘટાડવા માગે છે. શરીરને શેપમાં લાવવા માટે તે ટ્રેનિંગ શરૂ કરવાનો છે. એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે, ‘કપિલે પોતાની લાઈફને ચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. તે માત્ર પોતાની લાઈફસ્ટાઈલ જ નહીં પણ પોતાને ફિટ પણ કરવા માગે છે. તેણે આના માટે એક પર્સનલ ટ્રેઈનર પણ રાખ્યો છે. કપિલ પોતાના નવા શો માટે આઈડિયા અને પ્લાનિંગ કરી રહ્યો છે. બે મહિના બાદ તે ફરી કમબેક કરી શકે છે.’

More News


Gujarat


India