Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:38

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 17:30:03

બુકી સોનુ જાલાનની ડાયરીમાં અનેક ફિલ્મી હસ્તીઓના નામ !

મુંબઈઃ થાણે ક્રાઈમ બ્રાંચની તપાસમાં અનેક બોલિવૂડ હસ્તીઓના નામ સામે આવ્યા છે. જેમાં સૌથી મોટું નામ અરબાઝ ખાનનું આવતા બોલિવૂડની ગલીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે પછી કોનો વારો આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સટ્ટાબાજી રેકેટમાં બુકી સોનુ જાલાનની ડાયરીમાં અનેક બોલિવૂડ હસ્તીઓના નામ સામેલ છે. સોનુ જાલાન આઈપીએલમાં સટ્ટેબાજી રેકેટમાં સૌથી મોટુ નામ છે. પોલીસને આપેલા પોતાના નિવેદનમાં તેણે અનેક એવી ફેમસ હસ્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેણે આઈપીએલ મેચ અને ખેલાડીઓ પર સટ્ટો લગાવ્યો હતો. જાલાન અને તેની પર્સનલ ડાયરીમાં હાથથી લખેલી નોટ્સને સરખાવવામાં આવી રહી છે. આ ડાયરીમાં પાકિસ્તાની રાજનેતાનું પણ નામ છે. જેથી આ મામલો ગંભીર બન્યો છે.’આ તપાસ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,’એક્ટર અરબાઝ ખાને જાલાન દ્વારા આઈપીએલ સીઝનમાં સટ્ટો લગાવ્યો હતો. તે દિવસોમાં જાલાન જૂનિયર કલકત્તા નામના એક સટ્ટેબાજ સાથે કામ કરી રહ્યો હતો. તે દિવસોમાં જાલાન અને અરબાઝ ખાન વચ્ચે મોટા પ્રમાણમાં રુપિયાની લેવડદેવડ થઈ હતી.

પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ખાનને બ્લેકમેઈલ કરીને પણ કરોડો રુપિયા પડાવવામાં આવ્યાં હતાં. તેને ધમકી આપવામાં આવી હતી કે જો તે રુપિયા નહિ ચૂકવે તો તેની સટ્ટેબાજીની આદતને જાહેર કરી દેવાશે. ખાને જાલાનને 3 કરોડ રુપિયાથી વધારે રકમ આપી હતી. આઈપીએલ સટ્ટેબાજી રેકેટ મામલાની તપાસ કરી રહેલા ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું કે,’હાલ આ મામલે સ્પષ્ટ પણે તો કશું જ ના કહી શકાય પરંતુ આ બાબતે સબૂત અને નિવેદનની તપાસ કરવી પડશે.’

More News


Gujarat


India